Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કોડીનારના દેવડી ગામે પંચાયતની જમીન મુદ્દે ચાલતી તકરારમાં મધરાતે ધીંગાણું : પ્રૌઢની હત્યા

કોડીનાર, તા.૧ : જર જમીન ને જોરૃં ત્રણેય કજિયાના છોરૃં કોડીનારના દેવડી ગામે પંચાયતની જમીન મુદ્દે ચાલતી અદાલતમાં મોડી રાત્રે થયેલી તકરારમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું જુનાગઢ સીવિલમાં સારવાર દરમિયાન મોત નિપજયાનું નોંધાયું છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ દેવડી ગામે ચાલતી ગ્રામ પંચાયતની જમીનના કબજા અને બાંધકામની તકરારમાં મોડીરાત્રે બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં દેવડીના રહેવાસી અને કોડીનાર યુનિયન બેન્કના નિવૃત્ત કર્મચારી બાબુભાઇ અરશીભાઇ બારડ ઉપર વર્ષ ૬રને ગંભીર ઇજા થતાં પ્રથમ કોડીનાર અને ત્યાંથી જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતાં જયાં ગંભીર હાલતમા સારવાર દરમિયાન બાબુભાઇ અરશીભાઇ બારોટનું મૃત્યું નિપજતા મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો.

આ અથડામણમાં ઘવાયેલા પ્રૌઢનું મૃત્યુ નિપજયાના પગલે પીઆઇ ભરવાડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ માલીએ તપાસ હાથ ધરી છે. દેવડી ગામના પ્રૌઢનું મૃત્યુની ઘટનાને પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં જુનાગઢ સીવિલ ખાતે દોડી ગયા હતા. ગામમાં પોલીસે ચૂસ્ત બંદોબસ્ત એકરી દીધો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે પોલીસે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

(11:28 am IST)