Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કોરોના મહામારીમાં જસદણ-વિંછીયા આરોગ્ય તંત્રના ૫૪ કર્મચારીઓને છૂટા કરતા રોષ

નિતીનભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા સહિતને રજુઆત

જસદણ-આટકોટ,તા. ૧ :કોરોનાની સ્થિતિ વચ્ચે જસદણ વીંછીયા આરોગ્ય તંત્રના ૫૪ કર્મચારીઓને ગઈકાલે એક સાથે છુટા કરી દેતા અગ્રણી દ્વારા આરોગ્ય મંત્રી સાહિતનાને લેખિત રજુઆત કરવામાં આવી છે.

ગુજરાત રાજય પૂર્વ સરપંચ સંકલન સમિતિ પ્રમુખ ભુપતભાઈ સુંદરભાઈ કેરાળીયાએ આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન ડો.ભરતભાઇ બોદ્યરા, ડી. ડી. ઓ.રાજકોટ, જિલ્લા આરોગ્ય અધિકારી રાજકોટ સાહિતનાને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા રાજકોટ જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગમાંઙ્ગ રાજકોટઙ્ગ જિલ્લાના તમામ તાલુકામાં એજન્સી દ્વારા આઉટસોર્સિંગ કોન્ટ્રાકટ બેઝ ઉપર એફ. એસ. ડબલ્યુ અને એમ. પી. એચ. ડબલ્યુમાં જસદણ તાલુકામાં ૩૫ અને વીંછિયા તાલુકામાં ૧૯ એમ કુલ ૫૪ કર્મચારીઓની નિમણુક કરવામાંઙ્ગ આવેલ હતી.

જસદણ વીંછિયા બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા આ તમામ ૫૪ કર્મચારીઓનીઙ્ગ કોઈ પણ લેખિત સૂચના વગર તા.૩૦/૬/૨૦૨૦ ના રોજઙ્ગ મુદત પૂર્ણ થતાં આવા કોરોના મહામારીના સમયમાંઙ્ગ છૂટા કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના જસદણ/વીંછિયા તાલુકા સિવાય ના એક પણ તાલુકામાંઙ્ગ આવાઙ્ગ આઉટસોર્સિંગ કોન્ટ્રાકટ થી કામ કરતા કર્મચારીઓને છૂટા કરેલ નથી.ઙ્ગ જસદણ/ વીંછિયા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસરની અણઆવડત ના કારણે અથવા જસદણ / વિંછીયા તાલુકાના કર્મચારીઓ સામે રાગદ્વેષ રાખીને કોરોના જેવી મહામારીના સમયમાં આ કર્મચારીઓને છૂટા કરેલ છે. આવા બેદરકાર બ્લોક હેલ્થ ઓફિસરના કારણેઙ્ગ આર્થિક રીતે પછાત એવા જસદણ / વીંછિયા તાલુકામાં કોરોના વાયસર ભરડો લે તો નવાઈ નહિ.ઙ્ગ જસદણ વિંછીયા તાલુકાના જ કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ છે.

જેથી કર્મચારીઓમાં રોષની લાગણી અનુભવાય રહેલી છે. ગુજરાત સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના નવા તાલુકા ઓમાં ૨૦૧૭ માં ૬ નવી બ્લોક હેલ્થ ઓફિસઙ્ગ શરૂ કરવામાંઙ્ગ આવેલ હતી. રાજકોટ જિલ્લાની ૬ બ્લોક હેલ્થ ઓફિસોમાંથી માત્ર ને માત્રઙ્ગ વિંછીયાનીઙ્ગ બ્લોક હેલ્થ ઓફિસ આરોગ્ય તંત્ર દ્વારા રાગદ્વેષ રાખીને રદ કરવામાં આવી હતી. વિંછીયા બ્લોક હેલ્થ ઓફિસમાં બ્લોક હેલ્થ ઓફિસરઙ્ગ દ્વારાં કાયમી કર્મચારીઓની નિમણુકની દરખાસ્ત ન કરતાઙ્ગ વીંછિયા તાલુકા હેલ્થ ઓફિસ જૂટવાય ગયેલ છે.

ડો. રામ દ્વારા બ્લોક હેલ્થ ઓફિસરના ચાર્જ માંથી મુકિત માટે ડી. ડી. ઓ.ઙ્ગ રાજકોટ અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને લેખિત અને મૌખિકઙ્ગ રજૂઆતઙ્ગ કરેલ હોવા છતાં બ્લોક હેલ્થ ઓફિસર તરીકે છૂટાઙ્ગ ન કરવાના કારણે જસદણ/ વિંછીયા તાલુકાના ૫૪ આઉસોર્સિંગ કોન્ટ્રાકટથી કામ કરતા કર્મચારીઓને રાજકોટ જિલ્લાના તમામ તાલુકા માંથી માત્ર જસદણ/ વિંછીયામાંથી જ છૂટા કરવા માં આવેલ છે. બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા જસદણ વિંછીયા ના પી. એચ. સી. સેન્ટરમાં કર્મચારીઓ સાથે સંકલન ન રાખવામાં કારણે આરોગ્ય સારવાર કથળતી જાય છે. આ બાબતે જસદણ વીંછિયા બ્લોક હેલ્થ ઓફિસરનેઙ્ગ સસ્પેન્ડ કરીને શિક્ષાત્મક પગલાં ભરવા અને કોરોના કાળ સમયમાં જસદણ વીંછિયાનાઙ્ગ પી. એચ. સી. સેન્ટર અને એમ. પી. એસ. ડબલ્યુ. માં આઉસોર્સિંગ કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા કર્મારીઓને તા.૦૧/૦૭/૨૦૨૦ થી જ કોન્ટ્રાકટ રીન્યુ કરીને ચાલુ રાખવા ગુજરાત રાજય પૂર્વ સરપંચ સંકલન સમિતિ પ્રમુખ ભુપતભાઈ સુંદરભાઈ કેરાળીયાએ કરી છે.

(11:24 am IST)