Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

વોર્ડ નં. ૪, ૯ અને ૧૨માં શહેર યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા

રાજકોટ : હાલ સમગ્ર વિશ્વમાં  કોરોનાનું સંક્રમણ વધી રહયુ છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર  દ્વારા  કોરોના પર નિયંત્રણ લેવા અસરકારક કામગીરી  કરવામાં આવી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી દ્વારા 'મારૂ બુથ કોરોના મુકત, મારૂ બુથ વેકસીનયુકત' અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા વોર્ડ નં. ૪,૯,૧રમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ હતા. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં રકત એકત્ર કરવામાં આવેલ હતું. આ તકે વોર્ડ નં.૪ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય અરવીંદ રૈયાણી, વોર્ડ ના કોર્પોરેટર પરેશ પીપળીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધરેજા, પ્રભારી અશોક લુણાગરીયા,  વોર્ડપ્રમુખ સી.ટી. પટેલ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, યુવા મોરચાના બીરેન દુધાગ્રા, અશ્વીન ગરસોદીયા,વોર્ડ નં. ૯ માં પુષ્કર પટેલ, વિક્રમ પુજારા, જીતુભાઈ કાટોળીયા, આશાબેન ઉપાઘ્યાય, પ્રદીપ નીર્મળ, હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ, વીમલ ઠોરીયા, કુલદીપસિહ જાડેજા તેમજ વોર્ડ નં.૧રમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, મગનભાઈ સોરઠીયા, મૌલીક દેલવાડીયા, ચેતનભાઈ લાઠીયા, યોગરાજસિહ જાડેજા, મનસુખભાઈ વેકરીયા, યુવા મોરચાના કીશન ટીલવા, જય ગજજર, ભાવેશ વઘાશીયા, કશ્યપ મેંદપરા, યતીન રોકડ, ઉમેશ ઝાલાવડીયા, વોર્ડ નં.૧૩ ખાતે પ્રફુલભાઈ કાથરોટીયા, વિજય ટોળીયા, વિક્રમ પુજારા, દીવ્યરાજસિહ ગોહીલ, નિતીન રામાણી, હરીભાઈ ડાંગર, જીતુભાઈ સેલારા, કેતન વાછાણી, નારણ બોળીયા, ભરત બોરીચા, શૈલેષ ડાંગર સહીતના ઉપસ્થિત રહ્યા હતા તે વખતની તસ્વીર.

(4:05 pm IST)