Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વોર્ડ નં. ૨ - ૫ ના વોંકળા ચોખ્ખાચણાકઃ હજારો ટન કચરાનો નિકાલ

રાજકોટઃ. મ્યુ. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા વોર્ડ નં. ૨ - ૫ ના વિવિધ વિસ્તારમાં આવેલ વોંકળાઓની સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ દરમિયાન બન્ને વોર્ડના વોંકળાઓમાંથી હજારો ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગઈકાલે મ્યુ. કોર્પોરેશનના સ્ટે. ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં પ્રિ-મોન્સુન કામગીરીનો એકશન પ્લાન તૈયાર કરવા અધિકારીને તાકીદ કરવામાં આવી હતી.

(4:21 pm IST)