Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રેસકોર્ષ રીંગ રોડના બ્યુટીફીકેશનની કામગીરીનુ નિરીક્ષણ કરતા બંછાનિધિ પાની

રાજકોટઃ  શહેરનાં રેસકોર્ષ રીંગ રોડમાં લોકભાગીદારી પ્રોજેકટ હેઠળ ડિવાઇડરોનું બ્યુટીફીકેશન હાથ ધરાયું છે. જે અંતર્ગત પોલીસ હેડ કવાર્ટર પાસેના ચોક થી બહુમાળી ભવન સુધી નવા ડીઝાઇનર ડિવાઇડરો નાંખવાનો પ્રારંભ થયો છે. દરમિયાન આજે સવારે મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ સ્થળોની રૂબરૂ મૂલાકાત લઇ કામગીરીનું નીરીક્ષણ કર્યુ હતુ. રેસકોર્ષ રીંગ રોડનાં ડીવાઇડરોમાં કલાત્મક કલાકૃતિઓ મુકવા આવશે. જે તસ્વીરમાં દર્શાય છે. આ પ્રોજેકટ મુજબ આ બ્યુટીફીકેશનમાં ડિવાઇડરોનું  કલરકામ, ફુલછોડ વગેરેનો ખર્ચ ખાનગી એડવર્ટાઇઝીંગ એજન્સી ભોગવશે તેના બદલામાં કંપનીને ડિવાઇડરમાં જાહેરાતો મુકવાના હક્ક અપાશે. (તસ્વીર- અશોક બગથરીયા)

(4:18 pm IST)