Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

એવીપીટીઆઇ ખાતે યુરોપની કંપનીઓ દ્વારા મેગા પ્લેસમેન્ટ

રાજકોટઃ એન્જીનિયરીંગમાં ડિપ્લોમાં કરાવતી સૌરાષ્ટ્રની અગ્રણી સરકારી સંસ્થા  એ.વી.પારેખ ટેકનીકલ ઇન્સ્ટીટયુટ (એવીપીટીઆઇ) દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત તેના અને ગુજરાતભરના વિદ્યાર્થીઓની કારકિર્દીને સર્વશ્રેષ્ઠ સ્ટાર્ટઅપ આપવા યુરોપની વિવિધ મલ્ટિનેશનલ કંપનીઓને સાથે રાખી વિનામૂલ્યે મેગા પ્લેસમેન્ટ યોજાયું હતું. જેમાં ૭૦ થી વધુ વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ જે હવે તેની કારકિર્દીને વિદેશમાં ઘડી નવો ઓપ આપશે. આ કેમ્પસ ઇન્ટરવ્યુંને સફળ બનાવવા પ્રિન્સીપાલ એ.એસ.પંડ્યા એવીપીટીઆઇ એલ્યુમનીના સભ્યો, સ્ટાફગણ અને સારથી એજ્યુકેશન ફાઉન્ડેશનનો સહયોગ સાંપડયો હતો.

(4:16 pm IST)