Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

'ગોપાલ' મેંગો અને ગુલાબ લસ્સી તથા મેંગો દહીં બજારમાં મૂકાશે

શનિવારથી દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ.૨૦ વધારો

રાજકોટ, તા.૨૯: નિયામક મંડળની બેઠક બાદ રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના અધ્યક્ષશ્રી ગોવિંદભાઇ રાણપરીયાએ દૂધ ઉત્પાદકો માટે તા.૧-૬-૨૦૧૯ થી દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૨૦/નો ધરખમ  ભાવવધારો કરીને રૂ.૬૫૦/ ચુકવવાના નિર્ણયની જાહેરાત કરેલ છે.

તેમને ચાલુ વર્ષમાં આ ચોથો ભાવ વધારો છે. તા.૧૧-૪-૧૯ થી પ્રતિ કિલો ફેટના રૂ.૬૧૦/, તા.૧/પ/૧૯ થી પ્રતિ કિલો ફેટના રૂ.૬૨૦/, તા.૧૧-પ-૧૯ થી પ્રતિ કિલો ફેટના રૂ.૬૩૦/ ચુકવવામાં આવે છે. તા.૧-૬-૧૯ થી દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૨૦/નો વધારો કરીને રૂ.૬૫૦/ ચુકવવામાં આવશે.

ગ્રાહકો માટે 'ગોપાલ મેંગો લસ્સી', 'ગોપાલ રોઝ લસ્સી' અને 'ગોપાલ મેંગો દહી' ટુંક સમયમાં લોન્ચ કરી રહ્યું છે. ગ્રાહકો આ લસ્સી અને મેંગો દહીંનો આ સ્વાદ માણવા હું ભારપૂર્વક અપીલ કરૂ છું.

રાજકોટ દૂધ સંઘે પૂર્ણ થતા વર્ષમાં અનેક પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. જેની વિસ્તૃત માહિતી સંઘની સાધારણ સભામાં કરાશે તેમ ગોવિંદભાઇ રાણપરિયાએ જણાવ્યું હતું.

(3:34 pm IST)