Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સૌરાષ્ટ્ર ડેવલોપર્સ પ્રા.લી.ના ડાયરેકટરો સામે ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદ

પ.૪૦ લાખનું બીલ ચુકવવા કલાવીદ પ્રિન્ટ મીડિયાને ચેક આપેલો

રાજકોટ તા. ર૯ :.. રાજકોટમાં આવેલ કલાવીદ પ્રિન્ટ મીડીયાના પ્રોપરાઇટર રાકેશભાઇ સંચાણીયાએ સૌરાષ્ટ્ર ડેવલોપર્સ પ્રાઇવેટ લીમીટેડ સામે તથા તેના ડાયરેકટરો જયપ્રકાશ પટેલ અને ચંદુભાઇ પનારા સામે પોતાને આપેલ રૂ. પ,૪૦,૦૦૦ નો ચેક બેંકમાંથી પરત થતા રાજકોટ કોર્ટમાં ફોજદારી ફરીયાદ કરતા કોર્ટે ત્હોમતદારો સામે સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ બનાવની હકિકત એવી છે કે રાજકોટમાં ગ્રાફીકનું કામ કરતાં કલાવીદ પ્રિન્ટ મીડીયાએ સૌરાષ્ટ્ર ડેવલોપર્સ પ્રાઇવેટ લીમીટેડ માટે હેન્સી વિલા બ્રોસર, પુરવાર હાઉસ બ્રોસર તથા પૂર્વા એવન્યુ બ્રોસર છાપવા આપેલા જે બદલ બીલ રૂ. પ,૪૦,૦૦૦ નું કલાવીદ પ્રિન્ટ મીડીયાનું લેણું નિકળે જે ચુકવવા માટે સૌરાષ્ટ્ર ડેવલોપર્સ પ્રા. લી.ના વતી તેમના ડાયરેકટરો જયપ્રકાશ પટેલ અને ચંદુભાઇ પનારાએ સંયુકત સહી કરી અને આ લેણુ ચુકવવા ચેક આપેલ જે ચેક એચ. ડી. એફ. સી. બેંકમાં નાખવામાં આવતા પુરતુ ફંડ ન હોવાના કારણસર ચેક પરત થયેલ જેથી નેગોશ્યેબલ એકટ હેઠળ ફોજદારી ફરીયાદ કલાવીદ પ્રિન્ટ મીડીયા દ્વારા રાજકોટ કોર્ટમાં કરવામાં આવતા કોર્ટે ફોજદારી કેસ તરીકે નોંધી આ તમામ સામે સમન્સ ઇસ્યુ કરેલ છે.

કલાવીદ પ્રિન્ટ મીડીયાના એડવોકેટ તરીકે બલવંતસિંહ રાઠોડ, બહાદુરસિંહ ઝાલા, નિલેશભાઇ દવે તથા ધર્મેન્દ્રબા જાડેજા રોકાયેલ છે.

(3:31 pm IST)