Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગાંધીગ્રામમાં ભરતભાઇ ખીમાણીના મકાનમાં આગ

દીવામાંથી તણખો પડતા આગ લાગીઃ મંદિર, ઘરઘંટી અને ઘરવખરી બળી ગઇ

રાજકોટઃ ગાંધીગ્રામમાં એસ.કે.ચોક પાસે શેરી નં.ર માં રહેતા ભરતભાઇ ખીમાણીના મકાનમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. વીપુલભાઇ ચાવડા નામના વ્યકિતએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફ બે ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. આગ ફ્રીઝ અને ઇલેકટ્રીક બોર્ડમાં લાગી હતી. આગનીચેના રૂમની બાજુમાં રસોડા પાસે મંદિરમાં દીવામાંથી તણખો પડતા લાગી હતી. અંદરનો દરવાજો બંધ હોઇ તેથી ધુમાડાના ગોટેગોટા આજુબાજુ પ્રસરી ગયા હતા. બાદ ફાયર સ્ટાફે મકાનની પાછળની જાળીવાળી દીવાલ તોડી અને બારી તોડી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. આગમાં મંદિર, ઘરઘંટી અને ઘરવખરી બળી ગયા હતા. તસ્વીરમાં જયા આગ લાગી તે મકાન ફાયર બ્રિગેડ સ્ટાફ અને લોકોના ટોળા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:31 pm IST)