Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

હોમ કોરોન્ટાઇન લોકો ઉપર રાજકોટ પોલીસ 'સેઇફ રાજકોટ' એપ મારફત સતત વોચ રાખશે

રાજકોટ તા. ૨૮ : હાલમા સમગ્ર વિશ્વમા કોરોના વાયરસની મહામારી વધુ ફેલાતી અટકે અને સદરહુ વાયરસ ખતમ થાય તેવા તમામ પ્રયાસો તમામ દેશો દ્વારા હાથ ધરવામા આવેલ છે અને જેમા ગુજરાત સરકાર દવારા પણ અસરકારક પગલા લેવામાં આવી રહેલ છે.

હાલમા કોરોના વાયરસની મહામારી વધુ ફેલાતી અટકે જેથી લોકડાઉન દરમ્યાન કોરોના વાયરસના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ તેમજ વિદેશથી આવેલ વ્યકિતઓ ને હોમ કોરોન્ટાઇન કરવામા આવેલ છે જે રાજકોટ શહેરમા અલગ અલગ તેમના રહેણાંક મકાન ખાતે હોમ કોરનટાઇન કરવામા આવેલ હોય જેઓ બહાર નીકળે તો તેના સંપર્કમાં આવેલ વ્યકિત પણ કોરોના વાયરસની બીમારીમાં સપડાય તેવી પુરી શકયતા હોય છે અને હાલમા જે જે લોકોને હોમ કોરોન્ટાઇન કરવામા આવેલ છે જે હાલના આધુનીક સમયમા એનડ્રોઇડ મોબાઇલ ફોન નો ઉપયોગ કરતા હોય જેથી આવા હોમ કોરોન્ટાઇન વ્યકિતઓ ઉપર સતત વોચ રાખવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ દ્વારા 'સેઇફ રાજકોટ' એપ્લીકેશન લોંચ કરવામા આવેલ છે જેમા જે તે પો.સ્ટે. ના બીટ ચોકીના ઇન્ચાર્જ શ્રીઓ હોમ કોરનટાઇન થયેલ લોકોના રહેણાંકના સ્થળે જઇ તેમના મોબાઇલ ફોનમાં 'સેઇફ રાજકોટ'ની લીંક આપી આ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેઓને એપ્લીકેશન બાબતે સમજ કરી દર બે-બે કલાકે તેમની લોકેશન /ફોટા સાથેની હાજરી પુરવા બાબતે સમજ કરવામા આવેલ છે અને જો આવી હોમ કોરોન્ટાઇન થયેલ વ્યકિત પોતાનુ ધર છોડી અન્ય કોઇ જગ્યાએથી હાજરી પુરે તો આ એપ્લીકેશન દ્વારા તાત્કાલીક અત્રેના પોલીસ કંટ્રોલ રૂમ ને જાણ થાય છે જેથી આવી હોમ કોરનટાઇન ભંગ કરનાર વ્યકિતને અન્ય નકિક કરેલ પોલીસ બંદોબસ્ત સાથેની કોરોન્ટાઇન જગ્યાએ અથવા હોસ્પીટલમાં ભરતી કરવામા આવશે અને આવા વ્યકિતઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામા આવશે.

(3:53 pm IST)