Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

લાયન્સ કલબ પ્રાઈડ દ્વારા ટ્રાફીક પોલીસને માસ્ક વિતરણ

રાજકોટ : રાજકોટ પોલીસ ડીપાર્ટમેન્ટ અને લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડ દ્વારા માસ્ક નું વિતરણ કરવામાં આવેલ.  ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજા , એસીપી શ્રી ભરતસિંહ ચાવડા ની ઉપસ્થિતિ મા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયેલ. રાજકોટ કેમિસ્ટ એસોસિએશન ના મયુરસિંહ જાડેજા અને સત્યેન પટેલ દ્વારા લાયન્સ કલબ ને સમાજ માટે  માસ્ક વિના નફા એ પુરવાર કરવાની ખાતરી આપેલ છે. કાર્યક્રમ માં લાયન્સ કલબ ના ઉમેશ ભલાની, સેક્રેટરી નીરજ અઢિયા(ડીએસએન), ચેતન વ્યાસ , વિનોદ ઠક્કર, સંજય કલકાની, અચ્યુત પટેલ, એડવોકેટ ડેનિશ સિણોજીયા, ડો.પ્રીયુલ શાહ, કિશન ભલાની વિગેરે ઉપસ્થિત રહેલ. તેમ લાયન્સ કલબ ઈન્ટરનેશનલ સૌરાષ્ટ્ર - કચ્છના ગવર્નર દિવ્યેશભાઈ સાકરીયાએ યાદીમાં જણાવ્યુ છે.

(3:51 pm IST)