Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

પરિવાર સાથે પ્રિત, હૈયે દેશ હિતઃ ઉદય સ્વયંભૂ સહપરિવાર હોમ કોરન્ટાઈનમાં

વિદેશ અભ્યાસ અર્થે ગયેલ પુત્રી રાધિકા પરત આવતા તંત્રને સામેથી જાણ કરીઃ ૯ દિવસથી ઘરમાં

રાજકોટ, તા. ર૮ : કોરોનાના સંક્રમણને રોકવા વિદેશથી આવેલા લોકોના પરિવારોને હોમ કોરોન્ટાઇન એટલે કે માત્ર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે. આમ છતાં અનેક લોકો આ હોમ કોરન્ટાઇનની ગેરસમજણને કારણે માહિતી છુપાવે છે અને પછી આવા પરિવારો સમાજમાં મુશ્કેલી ઉભી કરી છે ત્યારે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડે તેઓના પરિવારને સ્વેચ્છાએ કોરન્ટાઇન કરાવી અને અંગત સ્વાર્થ નહીં પરંતુ દેશનું હીત સૌ પ્રથમ જોયું. આ અંગે શ્રી કાનગડે અકિલાને જણાવ્યું હતું કે, લંડનમાં અભ્યાસ અર્થે ગયેલ તેઓના પુત્રી રાધિકાબેન પરત રાજકોટ આવ્યા છે ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ તેઓએ સામે ચાલીને આરોગ્ય તંત્રને આ બાબતે જાણ કરી અને નિયમ મુજબ તેઓના પરિવારના પાંચ વ્યકિતઓ ૧૪ દિવસના હોલ કોરન્ટાઇનમાં છે અને આજે ૯મા દિવસે પણ તેઓ આ વ્યવસ્થાનું ચૂસ્તપણે પાલન કરી રહ્યા છે. ઘરના એક પણ સભ્ય ઘરની બહાર નથી નિકળતા અને તમામ પરિવારજનો તંદુરસ્ત હોવાનું શ્રી કાનગડે જણાવેલ. સાથો સાથ તેઓએ અન્ય લોકોને પણ ઘર નહીં છોડવા અપીલ કરી રાષ્ટ્રનું હીત સૌ પ્રથમ જોવા અનુરોધ કર્યો છે.

(3:48 pm IST)