Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વકીલ હરિસિંહ વાઘેલાનું ઉપવાસ આંદોલન મુલત્વી

રાજકોટ, તા.૨૮: અત્રેના એડવોકેટ હરિસિંહ વાઘેલાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે કે, મોરબી જીલ્લા પોલીસ સુપ્રિ.ની સુચના મુજબ તેઓ સામે ગુન્હો દાખલ કરવામાં આવેલ હોય અને ખોટી રીતે હેરાન કરવા ફરિયાદ થયેલ હોય તા.૩૧-૩-૨૦ થી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની જાહેરાત કરેલ તેના અનુસંધાને હાલના પ્રવર્તમાન સમયને ધ્યાને લઇને પોતે જે ઉપવાસ માટેની મંજુરી અંગેની અરજી કરેલ છે, તે કોરોના વાયરસથી ગંભીરતા ધ્યાને લઇને હાલ આમરણાંત ઉપવાસ મુલત્વી રાખેલ હોવાનું જણાવેલ છે.

વધુમાં એડવોકેટ વાઘેલાએ જણાવેલ છે કે, ઉપરોકત બાબતે પોલીસ દ્વારા યોગ્ય  કરવામાં આવશે નહિ તો ફરી આંદોલન કરવાની ફરજ ઉભી થશે. એડવોકેટ વાઘેલાએ મોરબી પોલીસ સુપ્રિ અને અન્ય મામલતદારોને નોકરીમાંથી બરતરફ કરવામાં ન આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ઉપર ઉતારવાની જાહેરાત કરી હતી.

(2:49 pm IST)
  • હોસ્પીટલના સ્ટાફ ઉપર જોખમ થઇ શકે છેઃ વહીવટી તંત્રનો મહત્વનો નિર્ણય : દરેક ખાનગી હોસ્પીટલને સુચના : સીવીલ-ક્રાઇસ્ટ સિવાય બીજી કોઇ હોસ્પીટલમાં 'કોરોના'નો દર્દી દાખલ નહી થઇ શકેઃ બેડ ફુલ થયે બીજી હોસ્પીટલનો વિકલ્પ : રાજકોટના તમામ ૧૦૦ ફીઝીશ્યન પાસે સામાન્ય શરદી-તાવની દવા લેવા જાય તો ટોળા ન કરોઃ પ મીટરનું ખાસ અંતર રાખો access_time 11:43 am IST

  • અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા ઉપર તાજેતરમાં જે ત્રાસવાદીએ સુસાઇડ એટેક કર્યો તે ભારતના કેરળ રાજ્યનો હતો,તેને ત્રાસવાદી સંગઠન આઈએસ દ્વારા ભરતી કરવામાં આવેલ અને તેનું નામ મુહઈન અબુ ખાલિદ અલ હિન્દી હતું access_time 12:42 am IST

  • અફઘાનિસ્તાનમાં ગુરૂદ્વારા ઉપર તાજેતરમાં જે ત્રાસવાદીએ સુસાઇડ એટેક કર્યો તે ભારતના કેરળ રાજ્યોનો હતો : તેને ત્રાસવાદી સંગઠન આઇએસ દ્વારા ભરતી કરવામાં આવેલ અને તેનું નામ મુહઇન અબુ ખાલીદ અલ હિન્દી હતું access_time 11:43 am IST