Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વોર્ડ નં.૧૩ના વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવ

રાજકોટઃસમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પીડાઈ રહ્યો છે. ત્યારે આપણા દેશમાં પણ અત્યારે કેટલાક કેસ નોંધાઈ રહ્યા છે પરંતુ આપણી કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર તથા રાજયની વિજયભાઈ રૂપાણીની સરકારની સતર્કતાને લીધે તથા જનતાના સાથસહકાર થી આપણે અત્યારે તેના પર અંકુશ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા શહેરની વિવિધ બેંકો, ATM સરકારી ઈમારતો અને અલગ અલગ મેઈન રોડ તેજ રીતે વોર્ડનં૧૩ના જાગૃત કોપોરેટર તેમજ હાઉસીંગ સમિતિ ના ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગરના પ્રયત્ન થી વોર્ડનં૧૩ના અલગ અલગ વિસ્તારોમાં ગુણાતીત નગર. જે ડી પાઠક પ્લોટ. દ્વારકેશ સોસાયટી.નવલ નગર ૩.તથા ૪ ગુરૂ પ્રસાદ ચોક. સહિતના સ્થળો પર ફાયર બ્રિગેડનીઙ્ગ ટીમ દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા હાઉસીંગ સમિતિના ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર તેમજ પૂર્વ કોપોરેટર હરીભાઈ ડાંગર તેમજ યુવા ભાજપ અગ્રણી શૈલેષ ડાંગર દ્વારા અલગ અલગ સોસાયટીમા રૂબરૂ સાથે મળીને દવા છંટકાવ કરવામાં આવેલ. તે વખતની તસ્વીર.

(2:43 pm IST)