Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વાહ, નાના ગામનું મોટુ કામ : વાજડી ગઢમાં લાગ્યા પ્રવેશ બંધીના બોર્ડ

રાજકોટ : હાલમાં કોરોના વાઇરસના વાયરા સામે સુરક્ષા મેળવવા સૌ કોઇ પ્રયત્નશીલ બન્યા છે. ત્યારે રાજકોટની ભાગોળે આવેલ વાજડી ગઢ ગામના લોકોએ સમય સુચકતા દાખવી પ્રવેશ બંધીના બોર્ડ લગાવી દીધા છે. ૬૭૫ જેટલી નાનકડી વસ્તી ધરાવતા આ ગામે અન્ય ગામો માટે પ્રેરણા પુરી પાડી છે. ગામમાંથી કોઇએ બહાર જવાનું નહીં અને બહારથી કોઇએ ગામમાં આવવાનું નહીં. આ માટે ગામના યુવાનો અને વડીલોની એક ટીમ સતત ધ્યાન રાખી રહી છે. આ ગામની બીજી વિશેષતા એ છે કે અહીં પંચાયત રાજ અમલમાં આવ્યુ ત્યારથી આજ સુધી ચુંટણી થઇ નથી. હમેશા સમરસતા બતાવવામાં આવી છે. લોકોની સુરક્ષા માટેની આ વ્યવસ્થા માટે દિલીપભાઇ વાંસજાળીયા સરપંચ, ભુપેન્દ્રસિંહ જાડેજા, એભલભાઇ ડાંગર, વશરામભાઇ વેકરીયા, મનસુખભાઇ બાબરીયા, સંજયભાઇ બાબરીયા, ચંદુભાઇ સાધરીયા, બીજલભાઇ બાબરીયા, શૈલેષ રાઠોડ, સુનિલ બાબરીયા, કિશોરભાઇ વેકરીયા, હરેશભાઇ વેકરીયા, કિશોરભાઇ મેરીયા, ભગવાનજીભાઇ બાબરીયા, બાઘુભાઇ રાઠોડ, હમીરભાઇ ગમારા, રમેશભાઇ ગમારા, ભીખાભાઇ કિલાણીયા, બાબુભાઇ બાબરીયા, ભાણજીભાઇ બાબરીયા વગેરે સાથે જોડાયા છે.

(2:43 pm IST)