Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પાંજરાપોળમાં સુકુ ઘાસ તથા ખોળ અર્પણ

રાજકોટઃ રાજકોટ મહાજનશ્રી પાંજરાપોળમાં ગૌમાતાઓને કિશોરભાઇ રામજીયાણી અને રેખાબેન રામજીયાણી દ્વારા દીલસુખભાઇ માણેકચંદ શેઠનાં પ્રયત્નોથી રૂ.૫૦,૦૦૦/ નું સુકુ ઘાસ તથા રૂ.પ૦,૦૦૦/નો ખોળ અર્પણ કરવામાં આવેલ સાથોસાથ કીશોરભાઇ રામજીયાણીએ તા.૧-૩નાં રોજ પાંજરાપોળમાં કામ કરતા ૧૧૦ કામદાર ભાઇ-બહેનોને જમાડવા માટેનું પણ અનુદાન આપેલ. મુકેશભાઇ બાટવીયા દ્વારા શુભેચ્છા આશીષ પાઠવવામાં આવેલ હતા તથા મેનેજર અરૂણભાઇ દોશી (મો.૯૪૦૯૩ ૮૧૮૪૩) તથા જીવદયાગૃપ રાજકોટ અને પાંજરાપોળનાં સર્વે કામદાર ભાઇ બહેનો સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ પ્રસંગે પુલવામાંમાં શહીદ વીરજવાનોને શ્રદ્વાંજલી પણ અર્પણ કરવામાં આવેલ હતી.

(3:41 pm IST)
  • ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને ભારત સોંપવાના પાકના વડાપ્રધાન ઈમરાન ખાનની જાહેરાત બાદ ભારતના ત્રણેય પાંખના વડાના પ્રમુખોની ૫ વાગ્યાની પ્રેસ કોન્ફરન્સ રદ્દ : હવે ૭ વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ access_time 5:58 pm IST

  • કેનેડાએ ભારત સાથેની વિમાની સેવા ટેમ્પરરી બંધ કરી : પાકિસ્તાને તેની એર સ્પેસ બંધ કરી દેતા કેનેડાએ ભારત સાથેના હવાઈ ઉડ્ડયન કામચલાઉ ધોરણે બંધ કરેલ છે access_time 10:37 pm IST

  • અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઇ : રેલ્વે સ્ટેશન પર ચેકીંગ હાથ ધરાઇઃ સંવેદનશીલ વિસ્તારોમાં હથિયારબધ્ધ જવાનો તૈનાત કરાયાઃ પોલીસ ડોગ સ્કવોડ અને બોંબ સ્કવોડ સાથે ચેકીંગઃ શંકાસ્પદ વસ્તુઓ અને વ્યકિતઓ પર પોલીસની બાજનજર access_time 3:30 pm IST