Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

કિશોરસિંહજી શાળામાં પ્રોજેકટર અનાવરણ

કોમ્પ્યુટરના યુગમાં સરકારી શાળાના બાળકો પણ ખાનગી શાળાના બાળકોની જેમ અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસ કરી શકે તેવા ઉમદા હેતુથી કિશોરસિંહજી શાળાના ગાંધી સ્મૃતિ પ્રાર્થના ખંડમાં પ્રોજેકટર અનાવરણનો કાર્યક્રમ ચમનભાઇ લોઢીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન કશ્યપભાઇ શુકલની ગ્રાન્ટમાંથી અપાયેલ આ પ્રોજેકટરના અનાવરણ કાર્યક્રમમાં કશ્યપભાઇ શુકલ, અરવિંદભાઇ દોમડીયા (કૃણાલ કન્સ્ટ્રકશન), ચમનભાઇ લોઢીયા (ગીરનારા સોની જ્ઞાતિ પ્રમુખ), ગીરીશભાઇ પરસાણા (કોઠારીયાનાકા મિત્ર મંડળ ટ્રસ્ટ), ભરતભાઇ ત્રિવેદી (મહામંત્રી કોઠારીયાનાકા મિત્ર મંડળ ટ્રસ્ટ), દિપકભાઇ પીઠડીયા (દરજી જ્ઞાતિ એજયુ. ટ્રસ્ટ), ઉમેશભાઇ જે. પી. (ઉપપ્રમુખ ભાજપ બક્ષીપંચ મોરચો), વિપુલભાઇ ગાબુ (ન.પ્રા.શિ. સમિતિ વોર્ડ નં. ૭ ના સી.આર.સી.), શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભારવિધિ શાળાના આચાર્યશ્રી હેતલબેન પારીયાએ કરી હતી.

(3:52 pm IST)