Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

દિવ્યાંગો માટે સરકારની ઇ બાઇક સહાય યોજનાઃ દિપક મદલાણી

રાજકોટ તા. ર૭: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજય સરકાર છેવાડાના માનવીને સુવિધા મળે તે માટે સતત ચિંતન અને ચિંતા કરે છે. તેણી પ્રતિતિ રૂપે બજેટમાં અસ્થિ વિષયક દિવ્યાંગો માટે ઇ બાઇક સહાય યોજના દ્વારા રાજય સરકારે સેવા સુવિધા અને સહાયના નવા આયામ રજૂ કર્યા છે. જેનો દિવ્યાંગોને લાભ લેવા જિલ્લા ભાજપ ઉદ્યોગ સેલના કન્વિનર દિપક મદલાણીએ અપીલ કરી છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના દ્વારા વર્ષ ર૦૧૮-૧૯ના અંદાજપત્રમાં અસ્થિવિષયક વિકલાંગો માટે ઇલેકિટ્રક સ્કૂટર ખરીદવાની યોજનાનો સમાવેશ કરી રૂ. ૧રપ લાખની જોગવાઇ કરાઇ છે. સહાય માટેના ધોરણોની પાત્રતા ધરાવતા લાભાર્થીને લાભ આપવામાં આવી રહ્યો છે.

સહાયના ધોરણોમાં વિકલાંગની ઉંમર ૧૮ થી પ૦ વર્ષ સુધીની હોવી જરૂરી છે. વિકલાંગતાની ટકાવારી ૪૦ ટકા કે તેથી વધુ તથા લાભાર્થીનું નામ બી.પી.એલ. યાદીમાં ૦ થી ર૦નો સ્કોર ધરાવતા હોવા જોઇએ. સામાજિક, આર્થિક જાતિ આધારિત વસતી ગણતરી-ર૦૧૧ અન્વયે વંચિતતા ધરાવતા તથા યાદીમાં સમાવિષ્ટ વિકલાંગોને ખાસ અગ્રતા અપાશે તેમ દિપક મદલાણીએ જણાવેલ છે.

(3:37 pm IST)