Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

દંડ નહિ માસ્ક આપોઃ વોર્ડ નં.૧૩માં કોંગ્રેસ દ્વારા વિનામૂલ્યે ર હજાર માસ્કનુ વિતરણ

રાજકોટઃ સમગ્ર શહેરમાં મ.ન.પા. અને પોલીસ દ્વારા દંડ વસુલવામાં આવે છે તેની જગ્યાએ વોર્ડ નં. ૧૩ માં કોંગ્રેસ દ્વારા સામાજીક સંસ્થાને સાથે રાખી દંડની જગ્યાએ,  ર હજાર એન-૯પ માસ્કનું વિના મુલ્યે વિતરણ કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર,  ગોપાલભાઇ અનડકટ, રવજીભાઇ ખીમસુરીયા, મેપાભાઇ, હેમલભાઇ, હરેશભાઇ, સરોજબેન, કરશનભાઇ, ડાયાભાઇ, અશ્વિનભાઇ, કમલેશભાઇ, પ્રવિણભાઇ મૈયડ, શાંતાબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમ કોર્પોરેટરની યાદીમાં જણાવાયું છે.

(4:25 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં હવે ગુંડા રાજ : પૂર્વ મિનિસ્ટરના પરિવારના 3 સભ્યોની હત્યા : અપરાધોનો ગ્રાફ વધુને વધુ ઊંચો જઈ રહ્યો છે : ટ્રિપલ મર્ડર કેસ મામલે અખિલેશ યાદવનો આક્રોશ access_time 1:37 pm IST

  • ખાનગીકરણની ગાડી પૂરપાટ દોડશે : મોદી સરકાર ખૂબ જ ઝડપભેર ૧૫૩ જેટલી ખાનગી પેસેન્જર ટ્રેનો અને કેટલાક મુખ્ય રેલ માર્ગો ઉપર માલવાહક ટ્રેનો માટે ટેન્ડરો બહાર પાડશે : તમામ ખાનગી ટ્રેનો ૨૦૨૩ની મધ્યમાં દોડતી થઈ જશે access_time 12:35 pm IST

  • રશિયાએ આપ્યો ચીનને મોટો ઝટકો: એસ-400 મિસાઈલની ડિલીવરી રોકી: ચીને કહ્યું રશિયા દબાણ સામે ઝૂક્યું: જોકે રશિયાએ ટેક્નિકલ કારણ ગણાવ્યાં : ભારત રશિયા સાથે કરી ચૂક્યું છે સોદો: ભારતને મળવાની છે એસ-400 મિસાઈલ access_time 10:41 am IST