રાજકોટ
News of Monday, 27th July 2020

દંડ નહિ માસ્ક આપોઃ વોર્ડ નં.૧૩માં કોંગ્રેસ દ્વારા વિનામૂલ્યે ર હજાર માસ્કનુ વિતરણ

રાજકોટઃ સમગ્ર શહેરમાં મ.ન.પા. અને પોલીસ દ્વારા દંડ વસુલવામાં આવે છે તેની જગ્યાએ વોર્ડ નં. ૧૩ માં કોંગ્રેસ દ્વારા સામાજીક સંસ્થાને સાથે રાખી દંડની જગ્યાએ,  ર હજાર એન-૯પ માસ્કનું વિના મુલ્યે વિતરણ કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર,  ગોપાલભાઇ અનડકટ, રવજીભાઇ ખીમસુરીયા, મેપાભાઇ, હેમલભાઇ, હરેશભાઇ, સરોજબેન, કરશનભાઇ, ડાયાભાઇ, અશ્વિનભાઇ, કમલેશભાઇ, પ્રવિણભાઇ મૈયડ, શાંતાબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમ કોર્પોરેટરની યાદીમાં જણાવાયું છે.

(4:25 pm IST)