Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

લોકોએ જ હવે બહાર નિકળવાનું ટાળ્યું ?!!

અનેક શેરી-ગલી-સોસાયટી કે વિસ્તારોમાં પ્રવેશબંધીના બોર્ડ લગાવી દેવાયા

રાજકોટ, તા. ર૭ : લોકડાઉન ધીરે ધીરે આગળ વધી રહેલ છે અને તેમાં પણ કલમ ૧૪૪ લાગુ હોય તેનો ચૂસ્તપણે અમલ કરાવવા તંત્ર દવારા સતત કાર્યવાહી કરાઇ અને હવે તેનો અસર જોવા મળ્યો હોય છેલ્લા બે દિ'થી અનેક લતા-શેરી-ગલી કે જે તે વિસ્તારોના રહીશો ખુદ કોરોના વાયરસને નાથવા જાગૃત થયા હોય તેમ પોત પોતાના વિસ્તારો સ્વયંભૂ બંધ કરી રહ્યાં છે.

જયાં પોઝીટીવ કેસ મળ્યો તે જંગલેશ્વર વિસ્તારમાં પણ કલેકટરશ્રીની કચેરી દ્વારા ફરજ પર રહેતા સેવા ભાવી કાર્યકરો દ્વારા જનજાગૃતિનું કાર્ય કરવામાં આવી રહ્યું છે તેને સારી એવી સફળતા મળી છે અને આ વિસ્તારમાં પણ અનેક સોસાયટીઓના લોકોએ 'નો એન્ટ્રી'ના બોર્ડ લગાડી દીધા છે.

ગઇકાલે શહેરની અનેક સોસાયટીઓમાં રોડ પર કયાંક પડદા મારી દેવાયા હતાં તો કેટલીક સોસાયટીઓમાં વાંસના લાંબા બાંબુઓ ગોઠવી દઇ બહારના લોકોને અંદર પ્રવેશ નહીં આપવા માટેના બોર્ડ ટીંગાળ્યાં છે. ત્યારે શહેરના રૈયા રોડ પર આવેલી ગુલમહોર સોસાયટીના રહીશો દ્વારા પ્રવેશબંધી દર્શાવતું બોર્ડ લગાડવામાં આવ્યું છે. તો આવી અનેક સોસાયટીઓમાં બહારથી જીવન જરૂરીયાતની વસ્તુઓ લેવા માટે કે લઇ આવવા માટે એક ટીમ પણ બનાવી છે. આમ એકંદરે લોકોએ જાહેરમાં નીકળવાનું ટાળ્યું છે.

(3:38 pm IST)