Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

મોડી રાત્રે પ૦ એસટી બસ-ટ્રક-પ્રાઇવેટ બસો દ્વારા ૩ હજારથી વધુ મજૂરોને દાહોદ-ગોધરા-કે રાજય બહાર મોકલાયા

હવે આજથી બધુ બંધ થયું પરંતુ ગઇકાલે ૧૦૦ આસપાસ વાહનો મારફત કાર્યવાહી

રાજકોટ તા. ર૭  : દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ગઇકાલે મોડી સાંજ બાદ મોરબી-કચ્છ-જામનગર-સુરેન્દ્રનગર અને રાજકોટના હજારો મજૂરો પગપાળા રાજકોટમાંથી પસાર થઇ રહેલા હતા. અને ટોળા આવતા તંત્ર દોડયું હતું. બાદમાં એસટીની પ૦ બસ અને ટ્રક તથા પ્રાયવેટ મોટી બસો મળી કુલ ૯૦ થી ૧૦૦ જેટલા વાહનોમાં  ૩ હજારથી વધુ મજૂરો દાહોદ-ગોધરા તાકીદે મીટીંગ અર્થે બોલાવી દરેક કારખાનેદારની તેમના શ્રમીકો-મજૂરો માટે જવાબદારી ફીકસ કરી દિધી હતી.

એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા' ને જણાવ્યું હતું કે દરેક કારખાનેદાર પોતાના મજૂરો-કામદારો-શ્રમીકોને ૧પ દિ' સુધી રહેવા - જમવાની સગવડ આપશે, કરશે. તેવો નિર્ણય લેવાયો છે, એટલુ જ નહી શ્રમીકો પોતના કાચા-પાકા મકાન કે ઝૂપડામાં રહેતા હોય ત્યાં જ તેમને તેમના ઘરમાં જ રાખવા  આદેશો કર્યા હતાં.

હવે બીજી વખત આવી ઘટના ન બને તે જોવા પણ તાકિદ કરી હતી.

દરમિયાન બપોરે ૧ વાગ્યાથી રાજયના નાયબ મુખ્યમંત્રીની હોસ્પીટલ - દવા - સારવાર સુવિધા અંગે ઓલ કલેકટર સાથે મીટીંગો શરૂ થઇ છે.

(3:37 pm IST)