Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ત્રીજા દિવસે લોકો ઘરમાં અકળાવા લાગ્યાઃ જાહેરમાં નિકળી પડેલા વધુ ૧૭ સામે ગુન્હોઃ ૩૩ની અટકાયત

હજુ ૧૮ દિવસ ધીરજ ધરી, મન મક્કમ કરી વિતાવો...કોરોના ભગાવો... : પોતાની દુકાન ખોલી જાહેરનામાનો ભંગ કરતા કેટલાક દુકાનદારો તો 'હવા બદલો' કરવા ઘરથી બહાર નીકળેલા કેટલાક બેદરકારો પોલીસની ઝપટે

રાજકોટ તા. ર૭: વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કર્યા બાદ દેશમાં લોકડાઉનનો આજે ત્રીજો દિવસે પણ શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ અને જાહેરનામાનો ભંગ કરનારા દુકાનદારો તથા 'હવા બદલો' કરવા ઘરની બહાર નીકળનારાઓ સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે ગઇકાલે પોલીસે દુકાનદારો અને લટાર મારવા નીકળેલા ૩૩ જેટલા શખ્સોની અટકાયત કરી છે.

નોવેલ કોરોના વાયરસની મહામારી અટકાવવા માટે ર૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેને આજે ત્રીજો દિવસ થયો છે. શહેરમાં પોલીસ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરભરમાં સતત પેટ્રોલીંગ હાથ ધરી વેપારીઓને દુકાનો બંધ રાખવા અને એકથી વધુ લોકો એકઠા થનારા લોકો સામે જાહેરનામાના ભંગ બદલ પગલા લેવામાં આવે છે ત્યારે ગઇકાલે શહેરના અલગ-અલગ ૧૭ સ્થળેથી ૩૩ શખ્સો સામે કાર્યવાહી કરી ધરપકડ કરી છે. જેમાં એ ડીવીઝન પોલીસે કરણપરા મેઇન રોડ પર ચામુંડા ફરસાણ નામની દુકાન ખોલી રાખી ગ્રાહકોને એકત્ર કરનાર બીપીન લીલાધરભાઇ દાસાણી (ઉ.વ. પપ) (રહે. વાણીયાવાડી શેરી નં. ૩) ની, ભકિતનગર પોલીસે હસનવાડી મેઇન રોડ પર માનવ જીવન જોખમકારક રોગનો ચેપ જેનાથી ફેલાવવાનો સંભવ છે તેવું જાણવા છતાં બેદરકારી દાખવી જાહેરમાં ચકકર મારવા નીકળેલા વિપુલ જેન્તીભાઇ મકવાણા (ઉ.વ. ૩પ), મનિષ જેન્તીભાઇ મકવાણા (રહે. બંને ગાયત્રીનગર મેઇન રોડ, હસનવાડી શેરી નં. ૧) ની ઢેબર રોડ અટીકા ફાટક પાસે જાહેરમાં ચકકર મારવા નિકળેલા હાર્દિક બીપીનભાઇ રત્નોતર (ઉ.વ.ર૩) (રહે. નારાયણનગર શેરી નં. ૧ર) ની, વાલ્કેશ્વર સોસાયટીમાંથી કરણ ધર્મેશભાઇ સોલંકી (ઉ.વ. ર૦) (રહે. ગાયત્રીનગર-ર૭ની, આનંદનગર કોલોનીના બગીચા પાસે, રઘુવીરસિંહ અમુભા ચુડાસમા (ઉ.વ.૩૭) (રહે. આનંદનગર કવાર્ટર નં. પ૪) ની, ગાયત્રીનગર મેઇન રોડ પર શૌચાલય પાસેથી જાહેરમાં પાન વીલાસ નામની મસાલાની પડીકીનું વેચાણ કરતા સંજય હરેન્દ્રભાઇ બાબરીયા (ઉ.વ. ૪૬) (રહે. ગોપાલનગર શેરી નં. ૧૦, ઢેબર રોડ) અને ચેતન કેશવજીભાઇ રાઠોડ (ઉ.વ. ૪ર) (રહે. હસનવાડી શેરી નં. ૩/૧ર બોલબાલા રોડ) ની તથા આજીડેમ પોલીસે રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટી શેરી નં. ૧ માં મોમાઇ નામની દુકાન ખુલ્લી રાખી ભીડ એકત્ર કરનાર મયુર પ્રવિણભાઇ દાદલ (ઉ.વ. ૩૦) (રહે. શિવધામ સોસાયટી શેરી નં. ર) ની, રણુજા મંદિર પાસે જાહેરમાં એકત્ર થનારા લલીત હંસરાજભાઇ જોલાપરા (ઉ.વ. પ૧), મહેશ ગોવિંદભાઇ દાણીધારીયા (ઉ.વ. પ૯), અશ્વીન હીરાભાઇ પાથર (ઉ.વ. ર૬), ગોવિંદ બચુભાઇ ટંકારીયા (ઉ.વ. ૬૦) રહે. તીરૂપતી બાલાજી પાર્ક શેરી નં. ૧ પીરવાડી પાછળની કોઠારીયા ચોકડી પીરવાડી પાસે જાહેરમાં એકઠા થનારા જયેશ વિષ્ણુભાઇ રાઠોડ (ઉ.વ. રપ) (રહે. પીરવાડી ગણેશનગર-૧૪) યશ દિનેશભાઇ રાઠોડ (ઉ.વ. ૧૯) (રહે. ગણેશનગર-૬), ધરમશી કાનજીભાઇ ટીડાણી (ઉ.વ. રર) (રહે. હુડકો કવાર્ટર બી/૧૧૯ કોઠારિયા રોડ) તથા હિતેષ વિનુભાઇ ડાભી (ઉ.વ. ર૦) (રહે. કેવડાવાડી-૩) ની, લીજજત પાપડ પાછળ તીરૂપતી બાલાજી પાર્ક શેરી નં. ૩ પાસે જાહેરમાં એકઠા થનારા વિશાલ લાલજીભાઇ જોલાપરા (ઉ.વ.ર૪), રવી મહેશભાઇ દાણીધારીયા (ઉ.વ. ર૮), હરેશ ગોવિંદભાઇ ટંકારીયા (ઉ.વ. ૩૧), સંજય ધીરૂભાઇ જોલાપરા (ઉ.વ. ર૯), દીપક લાલજીભાઇ જોલાપરા (ઉ.વ. ૩૦) અને જયેશ ગોવિંદભાઇ ટંકારીયા (ઉ.વ. ૩૬) (રહે. તીરૂપતી પાર્ક) ની તથા માલવીયાનગર પોલીસે આનંદ બંગલા ચોક પાસેથી ઘરની બહાર નીકળવા પોલીસને અંગેનું વ્યાજબી કારણ જણાવેલ ન હોઇ કામ વગર બહાર નીકળી બેદરકારી દાખવનારા જતીન રાજેશભાઇ લાઠીયા (ઉ.વ. ર૦) (રહે. ઉદયનગર-ર શેરી નં. ૮ મવડી ચોકડી) અને ગુરૂપ્રસાદ ચોક પાસેથી ચેતન ઘોઘાભાઇ પરમાર (ઉ.વ. ૩ર) (રહે. સ્વામીનારાયણ ચોક કૃષ્ણનગર શેરી નં. પ) ની તથા પરસાણાનગર મેઇન રોડ પર કનૈયા ઇલેકટ્રીક સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન ખુલ્લી રાખનારા ઇશ્વર નારણભાઇ રૂચવાણી (ઉ.વ. પ૭) (રહે. જુલેલાલ નગર શેરી નં. ૩) ની તથા ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ ગાયત્રીધામ બસ સ્ટોપ પાસે મીત સ્વીટ એન્ડ નમકીન નામની દુકાન ખુલ્લી રાખી ગ્રાહકો માટે સેનેટાઇઝર નહીં રાખી સ્વચ્છતા નહીં જાળવનાર વિમેશ પરસોતમદાસ ગોરાણી (ઉ.વ. પ૧) (રહે. પેરેમાઉન્ટ આર્કેટ ફલેટ નં. ૪૦પ ગાયત્રીધામ સોસાયટી) ની, તેમજ તાલુકા પોલીસે બાપા સીતારામ ચોક સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટના ગ઼ેઇટ પાસે એકઠા થનારા પ્રફુલ રવજીભાઇ વઘાસીયા (ઉ.વ. ૪૧) (રહે. સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ફલેટ નં. પ૦૪ બાપા સીતારામ ચોક), રાજેશ પુનાભાઇ પાઘડાર (ઉ.વ. ૪પ), ભોલો ઉર્ફે જગો મેરાભાઇ ગમારા (ઉ.વ.૧૯) (રહે. ભરતનગર જીવરાજ પાર્ક), ભરત મનસુખભાઇ સેજાણી (ઉ.વ. ર૪) (રહે. ભારતનગર ડી. બીલ્ડીંગ જીવરાજ પાર્ક) ની મારૂતી પાર્ક મેઇન રોડ પર અમરનાથ મંદિરની બાજુમાં જાહેરમાં છીંક ખાઇને થુકી કોગળા કરનારા વિનોદ ખોડાભાઇ કમાણી (ઉ.વઉ ૪૯) (રહે. મારૂતી પાર્ક મેઇન રોડ) ને અને અશોક મોહનભાઇ ગજેરા (ઉ.વ. ૪ર) (રહે. નંદની પાર્ક શેરી નં. ૧, ૮૦ ફુટ રોડ) ની ધરપકડ કરી હતી.

(3:26 pm IST)