Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

વામ્બે આવાસ કવાર્ટરમાં ભરત ગોસ્વામી પર પડોશી મહિલા સહિત ૭નો હુમલો

વાસણ ફગાવી દેવાતાં માથાકુટઃ સામા પક્ષે વિનય કોળીને પણ ઇજા

રાજકોટ તા. ૨૭: કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં સાંજે બાવાજી યુવાન પર મુસ્લિમ મહિલા સહિત છ-સાત જણાએ છરી, પાઇપથી હુમલો કરી ઘાયલ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સામા પક્ષે ગાંધીગ્રામનો એક કોળી શખ્સ પણ વામ્બે આવાસમાં પોતાના પર છરીથી હુમલો થયાની રાવ સાથે સિવિલમાં દાખલ થયો હતો.

વામ્બે આવાસ કવાર્ટર નં. ૩૦/૩માં રહેતો અને અનાજ-કરિયાણાની દૂકાન ચલાવતો ભરત ભીખુભાઇ ગોસ્વામી (ઉ.૩૫) ઘાયલ હાલતમાં સિવિલ હોસ્પિટલે પહોંચતા દાખલ કરાયો હતો. તેણે પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું હતું કે પોતે સાંજે સાતેક વાગ્યે ઘરે હતો ત્યારે  જીમ્મી, સોહિલ, ફરહીનબેન, પવો તથા ત્રણ અજાણ્યા શખ્સોએ છરી-પાઇપથી હુમલો કર્યો હતો. આ અંગે તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. ભરતે જણાવ્યું હતું કે તેની પત્નિએ વાસણ સાફ કરીને બહાર સુકવવા મુકયા હોઇ તે પડોશીએ ફગાવી દેતાં તે બાબતે બોલાચાલી થતાં હુમલો કરાયો હતો.

સામા પક્ષે ગાંધીગ્રામ ભારતીનગર-૪માં રહેતો વિનય રાજુભાઇ ઉકેડીયા (ઉ.૧૯) પણ પોતાને વામ્બે આવાસ કવાર્ટરમાં હતો ત્યારે બે અજાણ્યાએ છરીથી ઇજા કર્યાની રાવ સાથે દાખલ થયો હતો. વિનયના મિત્રના કહેવા મુજબ વિનય વામ્બેમાં ફરહીનબેનને ત્યાં એસી ફીટ કરવા મદદ માટે આવ્યો હતો ત્યારે કોઇ સાથે ડખ્ખો થતાં તેના પર હુમલો થયો હતો. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:57 pm IST)