Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

રાજકોટ ચેમ્બરની કામગીરીથી કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ પ્રભાવિત : પ્રશ્નોના નિકાલની આપી ખાતરી

નિકાસકારો અને એરલાઇન્સના પ્રશ્નો અંગે મીટીંગમાં થઇ ચર્ચા : મોટી સંખ્યામાં વેપારીઓ-ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા : વી.પી. દ્વારા સ્વાગત પ્રવચનઃ પાર્થ ગણાત્રાની મહેનત ફળીઃ કાર્યક્રમને સફળ

રાજકોટ, તા. ર૭ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સીવીલ એવીએશન મંત્રીશ્રી સુરેશ પ્રભુની ઉપસ્થિતિમાં તા. ર૬ના રોજ મીટીંગ યોજવામાં આવેલ. મીટીંગના પ્રારંભમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ સ્વાગત ઉદ્બોધન કરી ઉપસ્થિત સૌ સભ્યોશ્રીઓ, ઉપસ્થિત રીજીઓનલ ચેમ્બરો, એસોસીએશનના પ્રતિનિધિઓ તથા પ્રેસ મીડીયાના પ્રતિનિધિઓને આવકારેલ અને ચેમ્બર હરહંમેશ વેપાર-ઉદ્યોગને વધુને વધુ ગતિશીલ બનાવવા તથા તેઓને મુંઝવતા પ્રશ્નો અંગે યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્નશીલ છીએ તેમજ રાજકોટના નિકાસકારોના રીફંડના પ્રશ્નો તેમજ એવીએશનને લગતા પ્રશ્નો માટે જ આજથી મીટીંગનું આયોજન કરી ઘટતું કરેલ છે.

ચેમ્બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઇ ગણાત્રાએ લા઼બા સમયથી નિકાસકારોના GST  પ્રક્રિયામાં નાની એવી ક્ષતિના કારણે અટકાયેલા IGST રીફંડ તથા GST સબંધી નિકાસકારોને મુંઝવતા પ્રશ્નો, ઉપરાંત રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને એર કનેકટીવીટીના, એરલાઇન્સ કંપનીઓની મોનોપોલી અને ભાડાના ઉચ્ચા દર, વર્તમાન એરપોર્ટ રન-વે વિસ્તૃતિકરણની આવશ્યકતા અને રાજકોટમાં નવા એરપોર્ટના કાર્યને ગતિ આપવા વગેરે પ્રશ્નો મંત્રીશ્રીના ધ્યાન ઉપર મૂકેલ. જેમાં નિકાસરોને સ્પર્શતા મુખ્ય પ્રશ્નો અંગે નીચે મુજબના મુદ્દાએ વિગતે રજૂઆત કરવામાં આવેલ .

(૧) રાજકોટમાં હૈયાત એરપોર્ટ ખાતે ૧૦૪ મીટરના વધારાના રન-વેનું કામ પૂર્ણ થઇ ગયેલ છે અને દિલ્હીથી ફીઝીબીલીટી રીપોર્ટના ઇન્સ્પેકશન માટે ટીમ પણ વિઝીટ કરી ચૂકેલ હોય, પરંતુ આજદીન સુધી ફીઝીબીલીટી રીપોર્ટ આવેલ નથી તેમજ સ્પાઇસ જેટ, ઇન્ડીગો, એરઇન્ડીયા પાસે ATRની સુવિધા હોય તો તેને તાત્કાલીક અસરે શરૂ કરવામાં અંગે ઘટતું કરવા રજૂઆત કરેલ.

(ર) જયારે SMES આર્થિક રીતે સ્લોડાઉનમાં છે ત્યારે તેને પ્રોત્સાહિત કરવા અને સરકારના 'મેઇક ઇન ઇન્ડીયા' ના સિદ્ધાંતને ખરા અર્થમાં ફળીભૂત કરવા માટે રાજકોટ તથા સૌરાષ્ટ્રના જીવાદોરી જેવા ઉદ્યોગોને જરૂરી પ્રોત્સાહન આપવું જરૂરી છે. જેમ કે સબમર્શીબલ પમ્પસ, સ્પેર પાર્ટસ, ડિઝલ

એન્જીન તથા એન્જીનીયરીંગ પ્રોડકટસ હાલમાં  MEIS હેઠળ આ ઉત્પાદનને ૩% નિર્યાત પ્રોત્સાહન મળે છે જે અગાઉ પ% હતું. આ એકસપોર્ટ ઇન્સેન્ટીવ વધારીને ૭% કરવું અત્યંત જરૂરી છે. રજૂઆતમાં તેમ પણ જણાવવામાં અવેલ છે કે SMES આપણા અર્થતંત્રની કરોડ રજ્જુ છે અને તેના થકી ઘણા માણસોને રોજગારી મળે છે.

(૩) નિકાસકાારો દ્વરા વિદેશ મોકલામાં આવતા માલના શીપીંગ બીલમાં મળવાપાત્ર ડયુટી ડ્રો-બેક હાયર અને લોઅર રેટના મળવાપાત્ર કલેઇમની પ્રક્રિયામાં ભુલથી, 'ે "A" અગર "B" લખાઇ ગયેલ હોય અને ડયુટી- ડ્રો- બેક રેટ વધારે મળેલ ન હોવા છતાં નિકાસકારોને કેન્દ્ર સરકારના CBITCના સરકયુલર નં. ૩૭/ર૦૧૮ તા. ૯-૧૦-ર૦૧૮ મુજબ IGST  રીફંડ આપવાનું બંધ કરવામાં અવેલ છે. જેના કારણે નિકાસકારોને ઘણી મુશ્કેલી ભોગવવી પડી રહી છે તે બાબત ધ્યાનમાં લઇ  CBITCના આ સરકયુલર અંગે તુરત પુનઃ વિચારણા કરી વિદેશ વેપારને અવરોધક જોગવાઇ રદ કરી કોઇ પ્રોત્સાહનરૂપ જોગવાઇ કરવી જરૂરી છે.

(૪) ઇન્કમટેક્ષ એકટના સેકશન  80-HHC સ્કીમ અન્વયે નિકાસ કરાયેલ વસ્તુ કે વ્યાપારી માલના નફાની આવક કરમુકત હતી તે ફરીથી કાર્યરત કરવી જોઇએ. કરપાત્ર વ્યકિત ભારતની કંપની અથવા દેશમાં સ્થાયી થયેલ વ્યકિત હોવી જોઇએ.

મીટીંગમાં ખાસ ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીશ્રી સુરેશ પ્રભુએ રાજકોટ ચેમ્બર દ્વારા વેપાર- ઉદ્યોગના પ્રશ્નને વાંચા આપવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે તે બદલ અભિનંદન પાઠવેલ તેમજ આજ રોજ જે નિકાસકારોને તથા એવીએશનને લગતા મુંઝવતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ છે તેનો યોગ્ય અને સત્વરે નિકાલ લાવવા માટે સહાનુભુતિ દર્શાવેલ.

મીટીંગમાં અંતમાં રાજકોટ ચેમ્બરના માનદ મંત્રીશ્રી નૌતમભાઇ બારસીયાએ ઉપસ્થિત મહાનુભાવો, નિકાસકારો, રીજીઓનલ ચેમ્બરો, એસોસીએશનો તેમજ - પ્રેસ-મીડીયાનો આજની આ મીટીંગમાં સમય ફાળવી હાજર રહ્યા તે બહલ આભાર વ્યકત કરેલ તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:37 pm IST)