Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

યુનિવર્સિટીના પ્રતિષ્ઠીત NFDDનો હવાલો પ્રો. શીપ્રા બાલુજાને સોંપાયો

૩ વર્ષથી બંધ હાલતમાં રહેતા ભવનને કાર્યરત કરાવતા કુલપતિ-કુલનાયક

રાજકોટ તા. ર૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રસાયણશાત્ર ભવન હેઠળના એનએફડીડી છેલ્લા અઢી વર્ષથી બિસ્માર હાલતમાં બંધ પડયું હતું આખરે  આજે એનએફડીડીનો સંપૂર્ણ હવાલો સીનીયર પ્રો. શિપ્રા બાલુજાને સોંપવામાં આવ્યો છે.

સંશોધન અને શિક્ષણ કાર્ય માટે ખૂબ પ્રતિષ્ઠીત ગણાતો કેમેસ્ટ્રી એનએફડીડી ડીપાર્ટમેન્ટમાં કરોડોની કિંમતના સાધનો આવ્યા છે.પરંતુ ત્યાં પ્રવૃતિ માટે અઢી વર્ષથી બંધ હતો અંતે છાત્રોએ રજુઆત કરતા કુલપતિ ડો. નિતિન પેથાણી અને કુલનાયક ડો. વિજય દેશાણીએ મુલાકાત લીધી હતી.

અનેએફડીડીનો હવાલો હવે કેમેસ્ટ્રીના સીનીયર પ્રો. શિપ્રા બાલુજાને આપવામાં આવ્યો છે.

(3:26 pm IST)