Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ચકલા-પોપટ વેચવાની દુકાન પાસેથી બે ડોસલા દારૂ વેચતા ઝપટે ચડયા

માલવીયાનગર પોલીસનો ગોકુલધામ રોડ પર 'હેપ્પીબર્ડ' દુકાન પાસે દરોડોઃ ૬૦-૬૦ વર્ષના બે વૃદ્ધની પ૧ બોટલ સાથે ધરપકડ

રાજકોટ તા. ર૩: શહેરના મવડી રોડ પર આવેલ ગોકુલધામ મેઇન રોડ પર આવેલી 'હેપ્પીબર્ર્ડે' નામની દુકાનમાં પાસે માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની પ૧ બોટલ સાથે બે વૃદ્ધને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ડીસીપી મનોહરસિંહ જોજા તથા એસીપી જે.એસ.ગેડમની સુચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ વેલુભા ઝાલા, હેડ કોન્સ દીગ્પાલસિહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, ભાવીનભાઇ તથા યુવરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ભાવેશભાઇ, હરપાલસિંહ અને દેવાભાઇને મળેલી બાતમીના આધારે ગોકુલધામ મેઇન રોડના છેડે આવેલી 'હેપ્પી બર્ડે' નામની (પક્ષીઘર) નામની દુકાન પાસેથી દુકાનદાર નવીન વિઠ્ઠલભાઇ મોડાસીયા (ઉ.૬૦) (રહે. જલારામ સોસાયટી-ર યુનિવર્સિટી રોડ) અને ગોકુલધામ આર.એમ.સી. કાવર્ટરમં રહેતો કનુભા કેશુભા પરમાર (ઉ.૬૧) ને દારૂની પ૧ બોટલ સાથે પકડી લીધા હતા.

દારૂની ૪ બોટલ સાથે અફઝલ પકડાયો

પોપટપરા શેરી નં. ૧૪માં આંગણવાડીની પાછળ પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ. એ.ડી.મકવાણા અને અને વિરદેવસિંહ સહિતે દરોડો પાડી દારૂની ૪ બોટલ સાથે અફઝલ ઉર્ફે લંઘો રફીકભાઇ લંઘા(રહે. રેલનગર આવાસ યોજના કવાર્ટર નેપકડી લીધો હતો.

(3:40 pm IST)