Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

હાથીખાના, ભગીરથ સોસાયટી અને એકલવ્યનગરમાં તીનપત્તી, વરલી અને ઘોડી પાસાનો જુગાર રમતા રપ ઝડપાયા

એ ડીવીઝન પોલીસે પાંચ, બી ડીવીઝન પોલીસે આઠ અને યુનિવર્સિટી પોલીસે બાર શખ્સોની ધરપકડ કરી

રાજકોટ તા.ર૩ : શહેરના અલગ-અલગ ત્રણ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી હાથીખાનામાં, સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી અને સાધુવાસવાણી રોડ પર એકલવ્યનગરમાં મકાનમાં રપ જુગારીઓને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી  રવીમોહન સૈની તથા એસીપી ટંડેલ એશહેરમાં ચાલતી દારૂ અને જુગારની બદીને નાબુદ કરવા માટે સુચના આપતા એ ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.એન.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાપારા એએસઆઇ બી.વી.ગોહીલ, હેડ કોન્સ ઇન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, નરેશભાઇ ઝાલા, મૌલિકભાઇ, જગદીશભાઇ અનેમેરૂભા ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ ભરતસિંહ ગોહીલ અને જગદીશભાઇ વાંકને મળેલી બાતમીના આધારે હાથીખાના શેરી નં.૭ના ખુણે મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા હાથીખાના શેરી નં.૭ના સુરેશભાઇ વિઠ્ઠલદાસભાઇ નંદાણી (ઉ.પપ), ગોપાલનગર શેરી નં.૧/પના ખુણે રહેતા અમિત સુર્યકાંતભાઇ ગેડીયા (ઉ.૪ર), હાથીખાના શેરી નં. ૭નો પિયુષ જીતેન્દ્રભાઇ કડેચા (ઉ.૩૭) જયરાજ પ્લોટ શેરી નં. ૯નો પિયુષ સુર્યકાંતભાઇ ગેડીયા (ઉ.૪૪) અને રૈયા ચોકડી પાસે સત્યમ, રેસીડેન્સીના ધાર્મિક રમેશભાઇ હિરાણી (ઉ.૧૯) ને પકડી લીધા હતા. જયારે બીજા દરોડામાં બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી.જે. ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.ઝાલા, હેડ કોન્સ વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, મહેશભાઇ ચાવડા અને  મુકેશભાઇ ડામોર સહિત પટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ વિરમભાઇ અને મહેશભાઇને મળેલી બાતમીના આધારે સંતકબીર રોડ ભગીરથ સોસાયટી શેરી નં.રમાંં મકાનમાં દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા સંતકબીર રોડ માર્કેટીંગયાર્ડની સામે રહેતો જીણો ઉર્ફે ભગત વિઠ્ઠલભાઇ ગોહેલ (ઉ.પ૦) ભગીરથ સોસાયટી શેરી નં. ૧/૪માં રહેતો બાબુ નારણભાઇ સગર (ઉ.પ૪) સંતકબીર રોડ ગોકુલનગર સોસાયટી શેરી નં.૭ નો સામજી ભુપતભાઇ ગોહેલ (ઉ.રપ), ભગીરથ સોસાયટી શેરી નં. મુળ જનક વડગામનો રવી સવદાસભાઇ કારેણા (ઉ.ર૧) મોરબી રોડ રપ વારીયા કવાટરનો કિશોર બાબુભાઇ અજાણી (ઉ.૪૦), ગાંધીગ્રામ અંજલી પાર્ક મુળ કોટડાસાંગાણીનો પ્રતાપ બેચરભાઇ સોલંકી (ઉ.૪ર) લક્ષ્મીવાડી શેરી નં.પ મુળ ધોરાજીનો  જેન્તી નાગજીભાઇ ધોળકીયા (ઉ.૭૧) અને આર્યનગર શેરી નં.૩નો ઇશ્વર નાથાભાઇ માલી (ઉ.પ૭) તે પકડી લઇ રૂ.ર૬૮૩પ ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

જયારે ત્રીજા દરોડામાં  ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ.આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.જી.ડાંગર, હેડ કોન્સ હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, જેન્તીભાઇ ગોસ્વામી, પુષ્પરાજસિંહ મુકેશભાઇ, અને નિર્મળસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હરપાલસિંહ, જેન્તીભાઇ અને પુષ્પરાજસિંહને મળેલી બાતમીના આધારે સાધુવાસવાણી રોડ પર એકલવ્યનગર મફતીયાપરામાં જયેશ રાજકુભાઇ રાઠોડના મકાનમાં દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા મકાનમાલીક જયેશ રાઠોડ (ઉ.૩૪) તથા બીપીન સુરેશભાઇ બારૈયા (ઉ.ર૭) (રે. કેવડાવાડી શેરી નં.૧૦), ચંદુભાઇ સોમાભાઇ જાદવ (ઉ.૩૭) (રહે. થોરાળા રામનગર શેરી નં.ર), ભરત મનજીભાઇ મેર (ઉ.પ૪) (રહે. સાધુવાસવાણી રોડ આર.એમ.સી.કવાર્ટર), હનીફ ગનીભાઇ જુલાણી (ઉ.પ૦) (રહે. દુધસાગર રોડ સાગર ચોક હાઉસીંગ બોર્ડ કવાર્ટર), રોહીત રાજુભાઇરાઠોડ (ઉ.૩૪) (રહે. સાધુવાસવાણી રોડ એકલવ્યનગર મફતીયાપરા), પરેશ જગદીશભાઇ ભટ્ટી (ઉ.૩૦) (રહે. કાલાવડ રોડ સમૃધ્ધિનગર આવાસ યોજના કવાર્ટર) યોગેશ અશોકભાઇ જીલકા (ઉ.૩ર) (રહે. આશાપુરાનગર શેરી નં.૭), કીરટી ભીખાભાઇ પરમાર (ઉ.પ૦) (રહે. એકલવ્ય નગર મફતીયાપરા), જગદીશ ચનાભાઇ ગઢીયા (ઉ.૪પ) (રહે. ચુનારાવાડ શેરી ન.૩), નરેશ નાનજીભાઇ રાઠોડ (ઉ.૩ર) (રહે. જીલ્લા ગાર્ડન ચોક સોરઠીયા પ્લોટ શેરી નં.૬) ને પકડી લઇ રૂ.૧૪૧૦૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:30 pm IST)