Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

રામનાથપરામાં મુનાફ ખીમાણી પર કવોર્ટર લેવાના ડખ્ખામાં કારમાં લઇ જઇ ગાળ દઇ ખુનની ધમકી

રાજકોટઃ રામનાથપરા જુની જેલ સામે રહેતાં મુનાફભાઇ ઇકબાલભાઇ ખીમાણી (ઉ.૪૦)ને ગુ.હા. બોર્ડમાં રહેતાં સોહિલ મહમદભાઇ મેમણ અને બજરંગવાડીના મમુ મકરાણીએ ભાવનગર રોડ પર પ્રિયા ઓટો સ્ક્રેપ પાસેથી પોતાની કારમાં બેસાડી થોડે દુર લઇ જઇ ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી 'તે જે કવાર્ટર લીધું છે તે મને આપી દેજે' તેમ કહી ધમકાવણાં ફરિયાદ થઇ છે.

થોરાળાના હેડકોન્સ. મુકેશભાઇ ચરમટાએ ફરિયાદ નોંધી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મુનાફ અને તેના મિત્ર અજીત સતારભાઇ મુલતાણીએ એક કવાર્ટર વેંચાતું લીધુ હોઇ તે સોહિલને લેવું હોઇ તે અંગે મનદુઃખ સર્જાતા ધમકી અપાઇ હતી.

(11:21 am IST)