Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

દેવપરામાં મકાન વચ્ચે દિવાલ ચણવા બાબતે કાસમભાઇ પઠાણ પર કરીમ ઘાંચી સહિત છનો તલવાર-ફરસી-ધોકાથી હુમલો

રાજકોટઃ દેવપરા શાક માર્કેટવાળી શેરીમાં પટેલ બેકરીવાળી શેરીમાં રહેતાં કાસમભાઇ નિજામભાઇ પઠાણ (ઉ.૫૪) સાંજે સાડા આઠેક વાગ્યે પોતાના પુત્ર રહિમ તથા મિત્ર રવિભાઇ સાથે પોતાના ઘરની અગાસી પર બેઠા હતાં ત્યારે પડોશી કરીમભાઇ ઘાંચી, તેનો મોટો દિકરો સદામ તથા તેનો નાનો દિકરો અને બીજા ત્રણ શખ્સોએ તલવાર, ફરસી, ધોકા સાથે ધસી આવી હુમલો કરી કાસમભાઇને વાંસાના ભાગે તેના પુત્ર રહિમને ડાબા પડખામાં અને રવિભાઇને માથાના ભાગે ઇજાઓ કરતાં ત્રણેયને હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા સહિતે ઘટના સ્થળ અને હોસ્પિટલે પહોંચી કાસમભાઇની ફરિયાદ પરથી આઇપીસી ૩૨૬, ૩૨૩, ૩૨૪ તથા રાયોટીંગની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મકાન વચ્ચે દિવાલ ચણી દેવા બાબતે કાસમભાઇ સાથે કરીમભાઇને માથાકુટ ચાલતી હોઇ તેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો.

(11:20 am IST)