Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

જીઇબીના વધુ એક ઇજનેર પંચાલ કોરોનાની ઝપટે ર દિવસમાં ૧૧ ને વળગ્યોઃ ભારે ફફડાટ

રાજકોટ તા. ૭ : રાજકોટ વીજ તંત્ર પીજીવીસીએલમાં ભારે ફફડાટ ફેલાયો છે. રાજકોટમાં ર દિ'માં જીઇબીની ત્રણ જુનિયર ઇજનેર સહિત ૧રને કોરોના પોઝીટીવ જાહેર થતા અનેક વીજ સબ ડિવીઝનમાં ભાગાભાગી થઇ ગઇ છે. દરેક કચેરી સેનેટાઇઝર કરાઇ રહી છે.

આજે માધાપર સબ ડીવીઝનના જુનિયર ઇજનેર પી.જે. પંચાલનો ટેસ્ટ પોઝીટીવ આવતા તેમને હોમ કોરોન્ટાઇન કરાયા છે.

આ પહેલા બે દિ'માં બે જુનિયર ઇજનેરો શ્રીમતી કે.એન.કંડોરીયા તથા શ્રીમતી આર.એમ. હિન્ડોચા ઉપરાંત એમ.એલ. ગોહેલ, વી.પી.પરમાર, પી.કે. પટેલ, જી.એલ. વિશ્રાની, એ.એમ. જોષી, આર.જી.નકુમ, કે.જી.પટેલ, શ્રીમતી વીઆઇ.ત્રિવેદીને કોરોના વળગતા આ તમામને હોમ કોરોન્ટાઇન કરી દેવાયા છે.

પીજીસીવીસીએલમાં છેલ્લા ૭ર કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ૬૪ થી વધુ કર્મચારી-અધિકારી કોરોના પોઝીટીવ જાહેર થયા છે., વીજ સ્ટાફમાં ફફડાટ ફેલાયો છે.

(3:32 pm IST)
  • કાશ્મીરમાં સરકારી બિલ્ડીંગો ઉપર ત્રિરંગો લહેરાવવાના આદેશથી મહેબુબા ખફા : દેશના કોઈપણ રાજ્યમાં આવો આદેશ જારી કરાયો નથી તો પછી માત્ર જમ્મુ કાશ્મીરમાં જ કેમ ? : કેન્દ્ર સરકારને જમ્મુ કાશ્મીર પ્રત્યે અવિશ્વાસની ભાવના હોવાથી આવો આદેશ જાહેર કરવાની ફરજ પડી હોવાનું મંતવ્ય access_time 8:03 pm IST

  • પગાર લેવાવાળા શહીદ ન કહેવાય : છત્તીસગઢમાં નક્સલવાદી હુમલાથી મોતને ભેટેલા 22 શહીદો વિષે ફેસબુક ઉપર ટિપ્પણી કરનાર લેખિકા શીખા શર્માની ધરપકડ : રાજદ્રોહનો કેસ કરાયો access_time 11:59 am IST

  • કર્ણાટક હાઇકોર્ટે ટેકસ ચોરીના સંબંધમાં દિગ્ગજ કોંગ્રેસી નેતા ડી.કે.શિવકુમાર વિરૂધ્ધ ઇન્કમટેકસ વિભાગ દ્વારા દાખલ ત્રણ ગુનાહિત કેસ રદ કર્યા : ન્યાયાધીશ જ્હોન મીશેલ કુન્હાએ જણાવ્યુ હતું કે શિવકુમાર વિરૂધ્ધ શરૂ કરેલી કાર્યવાહી કાયદા માટે ખરાબ છે અને ફોજદારી કાર્યવાહીની સંહિતા અને આવકવેરા અધિનિયમની જોગવાઇઓ વિરૂધ્ધ છે. access_time 12:37 pm IST