Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

નરેન્દ્રભાઈનું પ્રવચન નિહાળતા શહેર ભાજપના આગેવાનો

રાજકોટઃ ભાજપના ૪૨માં સ્થાપના દિન અંતર્ગત પ્રદેશ ભાજપ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. ત્યારે વિશ્વનાં લોકપ્રિય નેતા દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી કાર્યકર્તાઓને સ્થાપના દિવસથી શુભકામના પાઠવી હતી. આ તકે શહેર ભાજપ કાર્યાલય ખાતે કમલેશ મીરાણી, નિતીન ભારદ્વાજ, રામભાઈ મોકરીયા, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદીપ ડવ, બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ઉદયભાઈ કાનગડ, રાજુભાઈ બોરીચા, દર્શિતાબેન શાહ, પુષ્કર પટેલ, વિનુભાઈ ઘવા સહિતનાં સાથે તમામ શ્રેણીનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:30 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો સિલસિલો યથાવત : બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષની કાર ઉપર હુમલો : જે ગાડીમાં બેઠા હતા તેનો કાચ તૂટ્યો : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ઉપર આરોપ access_time 8:45 pm IST

  • કુંભમેળામાં જતી હરિયાણાની 17 બસો ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત: કોવિડ-19નો રિપોર્ટ નહિ હોવાના કારણે 17 બસોને ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત મોકલી દેવાઈ :હરીયાણાના પાણીપતથી હરિદ્વાર માટે રવાના થયેલી 17 બસો ઉત્તરાખંડના બોર્ડર પરથી પરત મોકલનામાં આવી હતી. access_time 12:35 am IST

  • પગાર લેવાવાળા શહીદ ન કહેવાય : છત્તીસગઢમાં નક્સલવાદી હુમલાથી મોતને ભેટેલા 22 શહીદો વિષે ફેસબુક ઉપર ટિપ્પણી કરનાર લેખિકા શીખા શર્માની ધરપકડ : રાજદ્રોહનો કેસ કરાયો access_time 11:59 am IST