Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ન્યુ કોલેજવાડીમાં કોરોના પોઝીટીવ દર્દીના નિવાસ સ્થાન પાસેના બે મકાનોમાં ૯ વ્યકિતઓ હોમ કોરન્ટાઈન

કાલાવડ રોડ વિસ્તારના ૧૦૪ ઘરોમાં સર્વેઃ ૩૫૨ વ્યકિતઓનું મેડીકલ ચેકઅપ કરાયું

રાજકોટ, તા. ૨૫ :. શહેરના કાલાવડ રોડ પર આવેલ ન્યુ કોલેજવાડી વિસ્તારમાં કોરોના પોઝીટીવ દર્દીના નિવાસ સ્થાન આસપાસના બે મકાનોમાં કુલ ૯ વ્યકિતઓને હોમ કોરન્ટાઈનમાં રખાયા છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. રાઠોડના જણાવ્યા મુજબ ન્યુ કોલેજવાડીમાં રહેતા મયુરધ્વજસિંહ હરીશ્ચંદ્રસિંહ ઝાલા (ઉ.વ. ૩૬)એ તેમના મિત્ર સાથે તા. ૧૩ માર્ચના રોજ ફલાઈટમાં અમદાવાદથી દુબઈ વિદેશ પ્રવાસ કરેલ અને તા. ૧૭ માર્ચે ફલાઈટ દ્વારા મુંબઈ આવેલ તથા તા. ૧૮ના રોજ મુંબઈથી રાજકોટ આવેલ.

દરમિયાન તા. ૧૯ માર્ચના રોજ ઉધરસ અને ગળામાં દુઃખાવો થતા વોકહાર્ટ - સિનર્જી હોસ્પીટલ તથા સીવીલ હોસ્પીટલમાં બતાવેલ. જેમાં તા. ૨૪ના રોજ સેમ્પલ લેવાતા પોઝીટીવ આવેલ અને સીવીલ આઈસોલેશનમાં દાખલ કરેલ છે. આ દર્દી હોમ કોરોન્ટાઈન લીસ્ટમાં છે. ઉપરાંત તા. ૨૪ના રોજ દર્દીના ત્રણ કુટુંબના સભ્યો તથા ચાર કોન્ટેકટને ત્રિમંદિર ખાતે કોરોન્ટાઈન હાઉસમાં ટ્રાન્સફર કરેલ છે. તેમજ બાજુમા બે ઘર તથા ૯ વ્યકિત હોમ કોરોન્ટાઈન કરેલ હતા અને રાત્રીના રાજકોટ મહાનગરપાલિકાની મેડીકલ ટીમ દ્વારા ૧૦૪ ઘરોમાં સર્વે કરેલ હતો જેમાં ૩૫૨ વ્યકિતનું મેડીકલ ચેકઅપ કરાયુ હતું.

(3:29 pm IST)
  • લોકોને દવાની ફ્રી હોમ ડિલિવરી માટે રાજકોટ કુરિયર એસોસિએશન તૈયાર સેવા આપશે: ઉદીત અગ્રવાલ આજે રાજકોટ મહાનગરપાલિકા ના કમિશનર ઉદિત અગ્રવાલે રાજકોટ કુરિયર એસોસિએશન ના હોદેદારો અને સભ્યો સાથે એક બેઠક કરી હતી જેમાં કોરોના ની વર્તમાન સ્થિતિ અનુસંધાને કમિશનરશ્રીએ કરેલી અપીલ ને એસોસિએશન દ્વારા ઉમળકા ભેર સહયોગ આપવામા આવેલ. જે અનુસંધાને નાગરિકોને દવાની ફ્રી ફોમ ડિલિવરી મળી રહેશે. આ અંગેની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. વિશેષ વિગતો ટુક સમયમાં જાહેર કરવામાં આવશે. access_time 5:34 pm IST

  • દેશમાં કોરોના અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં ઘટાડો સોમવારે ૯૯ કેસ * મંગળવારે ૬૬ નોંધાયા : કોરોના સામેની લડતમાં દેશમાં એક સારા સમાચાર પણ મળ્યા છે : કોરોના વાયરસ પોઝીટીવના દેશભરમાં સોમવારે ૯૯ કેસ થયા હતા ત્યારે ગઈકાલે મંગળવારે ઘટીને ૬૪ થયા છે : એટલુ જ નહિં ૪૮ પોઝીટીવ કેસો હવે સુધરીને નેગેટીવ થયા છે access_time 3:32 pm IST

  • વિરોધપક્ષના નેતા પરેશ ધાનાનીની કોરોના મુદ્દે અપીલ : કોંગ્રેસી ધારાસભ્યોને ગ્રાન્ટમાંથી ૧૦ લાખની ફાળવણી કરવા અપીલ : પ્રત્યેક કોંગ્રેસી ધારાસભ્ય આ ગ્રાન્ટમાંથી તેના વિસ્તારમાં મેડિકલ સુવિધા કરાવે ઉપલબ્ધ access_time 4:37 pm IST