Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

કુવાડવા પાસે બાઇક અકસ્‍માતમાં દેવીપૂજક સાળા-બનેવીને ઇજા

મોરબીનો મનસુખ અને હરિપરનો સંજય સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૭: કુવાડવાથી વાંકાનેર તરફ પાંચેક કિ.મી. આગળ રાત્રીના બાઇક અકસ્‍માતમાં દેવીપૂજક સાળા-બનેવીને ગંભીર ઇજા થતાં ૧૦૮ના મયુર ચોૈહાણ અને પાઇલોટે બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં.

મોરબી રહેતો મનસુખ અમરશીભાઇ પરમાર (ઉ.૨૦) સાંજે તેના બનેવી હરિપર પાળ રહેતાં સંજય લખુભાઇ ચોૈહાણ (ઉ.૨૫)ના બાઇકમાં બેસી બહાર આટો મારવા નીકળ્‍યો હતો. એ પછી બંને કુવાડવા નજીકથી ઘાયલ અવસ્‍થામાં મળ્‍યા હતાં. બાઇકને કોઇ વાહને ઠોકરે લીધું કે સ્‍લીપ થઇ ગયું? તે અંગે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:58 am IST)