Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ઉમીયા ક્રેડીટ સોસાયટીની ૧૮મી વાર્ષિક સાધારણ સભા મળી

વર્ષ ૧૭-૧૮નો ૭૩ લાખનો નફોઃ ૧૪ ટકા ડીવીડન્ડ જાહેર કરાયું ૯૯ ટકા લોન રીકવરીઃ ઝીરો ટકા એન.પી.એ. માત્ર રાજકોટના જ પાંચ હજાર પાટીદાર પરિવારો જોડાયા

રાજકોટ, તા.૧૬: રાજકોટ શહેરમાં કાર્યરત એવી શ્રી ઉમીયા ક્રેડીટ કો-ઓપ.સોસાયટી લી.રાજકોટની ૧૮મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં મળેલ, સહકારી ક્ષેત્રના જાણીતા એડવોકેટ, સામાજીક આગેવાન અને સોસાયટીના ડાયરેકટર શ્રી મહેન્દ્રભાઇ ફડદુના જણાવ્યા મુજબ સોસાયટીએ ચાલુ વર્ષમાં રૂ.૭૭ લાખનો ચોખ્ખો નફો કરેલ છે, સભાસદોને ગીફટ તથા ૧૪ ટકા ડીવીડન્ડ આપવાનું નકકી કરેલ, સોસાયટીમાં ચાલુ વર્ષની લોન રીકવરી ૯૯.પ૮ ટકા રહેલ છે, સંસ્થામાં જીરો ટકા એન.પી.એ. છે, સોસાયટીના લોનની રીકવરીના કોઇ કાનુની કેસ ચાલતા નથી, પારીવારીક ભાવનાથી ચાલતી આ સંસ્થા છે.

શ્રી ઉમીયા ક્રેડીટ કો-ઓપ.સોસાયટી લી. રાજકોટની ૧૮મી વાર્ષિક સાધારણ  સભાનું સંચાલન કરતા શ્રી મહેન્દ્રભાઇ ફડદુએ જણાવેલ કે, સોસાયટીના બોર્ડ ઓફ ડાયરેકટરોની સુઝબુઝ, અનુભવ અને પાટીદાર પરીવાર જે માટે ઓળખાય છે તે નિયમીતતા ભાગરૂપે આ સોસાયટીની સ્થાપનાથી સરેરાશ વર્ષે ૯૭ ટકાથી વિશેષ લોનની રીકવરી આવે છે, ચાલુ વર્ષે ૯૯.પ૮ ટકા લોનની રીકવરી આવેલ છે લોનની રીકવરી માટે સોસાયટીએ કોઇ ફોર્ષ જ કરવો પડતો નથી, લોનીઓ પોતાની જવાબદારી અને ફરજ સમજીને જ નિયમીત હપ્તા ભરપાઇ કરે છે, તમામ લોનીઓનો સાધારણ સભાએ આભાર માનેલ, લોનની નિયમીત રીકવરી જોતા થાપણદારોને પણ પોતાની થાપણ મુકવામાં પુરો વિશ્વાસ બેસી શકે છે, આ સોસાયટી પાસે લોન લેનારા કરતા થાપણ મુકનારા સભાસદો વિશેષ છે.

સોસાયટીમાં વર્ષના અંતે આશરે રૂ.૧૮ કરોડથી વિશેષ થાપણ છે, રૂ.૧૪ કરોડથી લોન અપાયેલ છે, વર્ષના અંતે રૂ.૭૩,૪૨,૨૬૨/નો નફો થયેલ, સોસાયટી પાસે સારૂ એવી રીઝર્વફંડ છે, રાજકોટ શહેરના જાગનાથ જેવા પોશ એરીયામાં સોસાયટીની માલીકીનું ત્રણ માળનું બિલ્ડીંગ છે, સોસાયટી પર કોઇ કજર નથી, સ્થાપનાથી ઓડીટ વર્ગ 'અ' ધરાવે છે, પ૦૦૦થી વિશેષ સભાસદો સોસાયટી સાથે સંકળાયેલ છે, સોસાયટીના બોર્ડ ઓફ ડાયરેકટરોએ સોસાયટીના સભાસદોને ચાલુ વર્ષે બેડ શીટ ગીફટમાં આપવાનું નકકી કરેલ જેની રકમ આશરે રૂ.૨૮ લાખ જેવી થશે, તેમજ ૧૪ ટકા ડીવીડન્ડની જાહેરાત કરેલ તેની રકમ રૂ.૧૩થી ૧૪ લાખ જેવી થશે, સભાસદોને ગીફટ તથા ડીવીડન્ડ તા.૨૬-૬-૨૦૧૮થી આપવાનું પણ શરૂ કરવામાં આવશે.

સોસાયટીની સ્થાપનાથી ચેરમેન તરીકે સેવા આપતા શ્રી જયંતિલાલ વી.ફડદુએ સોસાયટીની સારા કામગીરી માટે બોર્ડ ઓફ ડાયરેકટરો, સ્ટાફ અને ખાસ કરીને સભાસદોનો આભાર માનેલ, સોસાયટી પોતાના બંધારણની સાથે સાથે પરીવાર ભાવનાથી ચાલે છે, સોસાયટી પોતાના સભાસદો માટે શું કરી શકે તેવા સુચનો સભાસદો પાસેથી માંગેલ છે, સભાસદોના સુચનો બંધારણની મર્યાદામાં રહીને અમલવારી કરવાની ખાત્રી આપેલ, સોાસયટી પાટીદાર સમાજની હોવાથી ચેરમેનશ્રીએ સોસાયટીના સભાસદોને સોશ્યલ એકટીવીટીમાં જોડવા ન આયોજન કર્યા, સોસાયટીના સભાસદો માટે માં અમૃતમકાર્ડ ઇસ્યુ કરાવવા, શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા સેમીનાર કરવા, શીબીરો યોજવી, વેપારીઓ માટે મોટીવેશનલ પ્રોગ્રામીંગ કરવા, બીઝનેસ સેમીનાર, ઇન્ડસ્ટ્રીયલ ટુર વીઝીટ કરાવવી, આઇ.ટી., જી.એસ.ટી., બેન્કીંગની માહિતી માટે સેમીનાર કરવા, મેમ્બરનું ગેટ ટુ ગેધર સહીતના પ્રોગ્રામનું આયોજન કરવા માટે સભાસદોમાં અલગ અલગ સમિતિઓ રચવી, તેને કાર્યરત કરવાનું નકકી કરેલ, આ અન્વયે તમામ સતાઓ સોસાયટીના મેનેજર શ્રી આર.વી.પનારાને આપવામાં આવેલ છે, જે જે સભાસદોને આ એકટીવીટીમાં જોડવવા અપીલ કરવામાં આવેલ છે.શ્રી જયંતિભાઇ ફડદુ રાજકોટ સહીત સૌરાષ્ટ્રની ઘણી જ સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે, તે પૈકી રાજકોટની બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ, ધુલેશીયા કન્યા છાત્રાલય ચલાવવાના અનુભવોથી પણ સભાને સાથે પારીવારીક, અસરકારક વ્યકતવ્ય આપેલ, આ સોસાયટીમાં બોર્ડ ઓફ ડાયરેકટર તરીકે અનુભવી ઉદ્યોગપતિઓ, સી.એ., ડોકટર, એડવોકેટ, બિલ્ડર્સ, બેન્કર્સ, સામાજીક સીનીયર આગેવાનોની અનુભવી ટીમથી સોસાયટીની કામગીરીઓ કરવામાં આવે છે તેથી આ સોસાયટીનું પરીણામ સારૂ આવી રહ્યુ છે તેમજ આ સોસાયટીનું ભવિષ્ય એકદમ ઉજજળુ છે અને રહેશે તેવી ચેરમેનશ્રીએ સાધારણ સભાને ખાત્રી આપેલ.

સોસાયટીના સીનીયર બોર્ડ ઓફ ડાયરેકટર શ્રી ડો.ભગવાનજીભાઇ ફડદુ એ આભાર વિધી કરેલ, શ્રી પનારા સાહેબે વાર્ષિક સાધારણ સભાનું સંચાલન કરેલ છે, આ સોસાયટીમાં શ્રી જયંતિલાલ ફડદુ, શ્રી પી.બી. ડઢાણીયા, શ્રી રમણીકભાઇ ઝાલાવડીયા, શ્રી ભીખુભાઇ ગોવાણી, શ્રી મહેન્દ્રભાઇ ફડદુ (એડવોકેટ), શ્રી પરસોતમભાઇ ડઢાણીયા, શ્રી મનુભાઇ ટીલવા, શ્રી ડો.ભગવાનજીભાઇ ફડદુ, શ્રી અરવિંદભાઇ કોરડીયા, શ્રી ભગવાનજીભાઇ કનેરીયા, લીગલ એડવાઇઝર તરીકે શ્રી સુભાષ જી.પટેલ (એડવોકેટ) સેવા આપી રહ્યા છે તેમજ સ્ટાફમાં શ્રી આર.વી.પનારા, જીગ્નેશ અઘેરા, સુજીત અઘેરા, રેનિશ ફડદુ ફરજ બજાવી રહ્યા છે. (૨૩.૬)

(4:28 pm IST)