Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

નવા મેયરના મત વિસ્તારની ઝલક...

સ્માર્ટ નહિ, જામ સિટી

રાજકોટ : નવા મેયર અને પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યો છે. સમસ્યાઓએ સ્વાગત કરવા લાઇનો લગાવી છે. ગૌરવ પથ જાહેર થયેલા માર્ગ પર ગૌરવ લીધા જેવું કંઇક કરવું જરૂરી છે. આ મત વિસ્તાર નવા મેયરનો છે. કેકેવી સર્કલ પાસે એક-એક કિ.મી. લાંબા જામના દ્રશ્યો વારંવાર સર્જાય છે. જ્યાંથી ૨૦ સેકન્ડમાં પસાર થઇ શકાય તેમ છે ત્યાં તંત્રની ગેરવ્યવસ્થાની કૃપાથી વાહન ચાલકો અડધા કલાકે પસાર થઇ શકે છે. બીનાબેન પૂર્વેના મેયરને લોકપ્રશ્ને જરા પણ રસ ન હતો, બીનાબેન લોકપ્રશ્નો ઉકેલીને લોકપ્રિયતા વધારે તેવી શુભેચ્છા છે. ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપરાંત રાજકોટના અનેક વિસ્તારોમાં ટ્રાફિકનો પ્રશ્ન જડબુ ફાડીને અટ્ટહાસ્ય કરે છે. રાજકોટ સ્માર્ટને બદલે જામ સિટી જેવું બની ગયું છે. બીનાબેને વિવિધ તંત્ર સાથે સંકલન સાધીને લોકપ્રશ્ને નિર્ણાયક અને અન્ય માટે પ્રેરક કાર્ય કરવું જોઇએ.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:26 pm IST)