Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

શહેર કોંગ્રેસમાં બન્ને જુથે 'તલવારો' તાણી !!

શાંતિ હવનની જરૂર ? કોઈ જૂના કોંગ્રેસીનો શ્રાપ ? કેમે'ય 'સરેડે' ચડતુ નથી !: બે મોટા માથાઓએ પડદા પાછળ રહીને સેકન્ડ કેડરને લડી લેવા મેદાનમાં ઉતાર્યાની ચર્ચા

રાજકોટ, તા. ૧૬ :. શહેર કોંગ્રેસનો 'કકળાટ' કેમે'ય શાંત થવાનું નામ લેતો નથી, નથી શાસન કે નથી કાંઈ 'લોચો' લઈ લેવાનો છતા ફરી બે જુથે જાણે અસ્તિત્વની લડાઈ લડી લેવા તલવારો તાણી હોય અશાંત વાતાવરણ સર્જી દીધુ છે. ગઈકાલે આબરૂના ધજાગરા કર્યા બાદ આજે બે છાવણીમાં વહેંચાયેલાઓએ પોતપોતાના 'આકા'ઓ સમક્ષ ફરીયાદોનો ધોધ વહાવ્યો છે. તૂર્તમાં વધુ ફજેતા થાય તેવા પણ નિર્દેશો મળે છે.

ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વહીવટથી ત્રાહીમામ પોકારીએ કોંગ્રેસને વગર 'પરફોર્મન્સે' ૩૪ બેઠકો આપીને સત્તાની નજીક પહોંચાડી દીધા હતા. હાલમાં કોંગ્રેસના ૩૩ અને ભાજપના ૩૯ નગરસેવકો છે. ગઈકાલે જો કોંગ્રેસીઓ એક રહ્યા હોય તો જનરલ બોર્ડમાં ભાજપના ૪ સભ્યોનો ટેકો લઈ નવી નિયુકિતમાં રોડા નાખી શકયા હોય પરંતુ ઉલ્ટાનું ભાજપને મોજ કરાવી દીધી હતી.

માત્ર બે સ્ટેન્ડીંગ સભ્યોની નિયુકિતમાં અલગ અલગ ચોકા જમાવીને કોઈ અગમ્ય કારણોસર નજીવી સંખ્યામાં જનરલ બોર્ડમાં ઉપસ્થિત રહીને છેલ્લા બે દિવસથી ભાજપના ટોચના નેતા ઉચક જીવે હતા તેને ભયમુકત બનાવી દીધા હતા જે બાબત લોકોમાં ભારે ટીકાને પાત્ર બની છે.

ચર્ચાતી વિગતો મુજબ ગોઠવણ કોઈ પણ પક્ષની હોય કે કોઈ આગેવાનની હોય ભાજપમાં અસંતોષ, નારાજગી અને જનરલ બોર્ડમાં ગેરહાજરી છતા ભાજપની નેતાગીરી સાવ ચિંતામુકત થઈ જાય તેવો માહોલ કોંગ્રેસની આંતરીક જુથબંધી તથા લડાઈના કારણે નિર્માણ થઈ હતી.

કોંગ્રેસમાં ચર્ચાતી વિગતો મુજબ શહેર કોંગ્રેસ ફરી બે છાવણીમાં વહેંચાઈ ગયુ છે. ગઈકાલે નિરીક્ષકો સમક્ષ જ ખેંચાખેંચી અને આરોપ પ્રતિઆરોપો થયા હતા અને કેમે'ય સંમતિ સધાઈ ન હતી.

મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન તથા કમીટીના ચેરમેનોની વરણી જેવા મહત્વના એજન્ડા માટે મળેલી જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા હાજર ન હોય કોઈ જાતનું સંકલન ન હોય શહેરના કાર્યકારી પ્રમુખ કોર્પોરેશન ખાતે હાજર હોય છતા આબરૂના ધજાગરા થાય શાસકપક્ષ ઠેકડી ઉડાવે આવી બધી બાબતોને લઈને કોંગ્રેસે આત્મમંથક અને પ્રશ્ચયાતાપ કરવાની જરૂર છે.

ચૂંટાયેલા સભ્યો તથા શહેર સમિતિની જવાબદારી બને છે કે લોકોમાં કોંગ્રેસ પ્રત્યે લાગણી કે ટેકાની ભાવના વધે તેવુ આચરણ કે કામગીરી કરવી જોઈએ તેના બદલે લોકોમાં કોંગ્રેસ મજાકનું સાધન બને તેવી ઘટનાઓ ગઈકાલે બની જે શરમજનક ગણાય.

જો કે એક વાત સ્વયંસ્પષ્ટ છે કે શહેર કોંગ્રેસ તથા મહાનગરપાલિકા કોંગ્રેસમાં હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયુ છે તે શહેર કોંગ્રેસ જે બે છાવણી તથા પ્રદેશ કોંગ્રેસમાં એકબીજાને નબળા સાબિત કરવામાં સક્રિય રહેલી ટોચની પ્રદેશ નેતાગીરીના કારણે જ છે.

કોંગી સૂત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ હાલમાં પ્રદેશ કોંગ્રેસમાં ચરમસિમાએ ગયેલી આંતરીક લડાઈનો સીધો રેલો શહેર કોંગ્રેસમાં આવ્યો છે. શહેરના બે ટોચના આગેવાનોનો પરદા પાછળ દોરી સંચાર હોવાનું તથા એકબીજાને નબળા દેખાડવાની સ્પર્ધામાં શહેર કોંગ્રેસની આબરૂના ધજાગરા થઈ રહ્યાની ચર્ચા રાજકીય તજજ્ઞો માની રહ્યા છે.

શહેર કોંગ્રેસ આંતરીક લડાઈ માટે વિપક્ષી નેતા પદ તથા પ્રદેશની જુથબંધી કારણભૂતઃ હજુ નવાજૂનીના નિર્દેશ

રાજકોટ, તા. ૧૬ :. શહેર કોંગ્રેસના બે જુથો રીતસરના સામસામા આવી ગયા છે ત્યારે ગઈકાલે ભજવાયેલ ભવાઈ માટે સ્ટેન્ડીંગ કમિટિના બે સભ્યોની વરણી, વિપક્ષી નેતા પદ, અસ્તિત્વની લડાઈ તથા સૌથી મહદઅંશે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પ્રવર્તતી જોરદાર જુથબંધી કારણભૂત છે.

પ્રદેશ કોંગ્રેસ નેતાઓ છાશવારે બધા એક થઈને કામ કરી રહ્યાના નિવેદનો કરે છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કૈંક જુદી જ છે. પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા બન્ને અલગ અલગ જુથના છે અને પક્ષની કામગીરી સંકલીત થઈને ન થતી હોવાનું મનાય છે. પરિણામે છેલ્લા તાલુકા કક્ષાએ જુથબંધીના અજગરે ભરડો લીધાનું ચર્ચાય છે.

તાજેતરમાં નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો તથા મહાનગરપાલિકામાં કોંગ્રેસનું ચિત્ર અત્યંત નિરાશાજનક રહ્યુ છે જેના માટે પણ પ્રદેશની આંતરીક જુથબંધીએ ખૂબ વરવો ભાગ ભજવ્યાનું મનાય છે.(૨-૨૧)

(4:24 pm IST)
  • સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર હવામાન સાથે ઝાપટા : અમરેલી જીલ્લાના રાજુલા - જાફરાબાદ, ભાવનગરના તળાજા અને કોટડાસાંગાણી તાલુકાના રામોદ, અરડોઈ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર હવામાન સાથે બફારો access_time 5:54 pm IST

  • દિલ્હી ઉપ રાજ્યપાલની ઓફિસ રાજનિવાસમાં ધરણા પર બેઠેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ શનિવારે ઈદના અવસરે એલજી અનિલ બૈજલને ઈદની શુભેચ્છા આપી. પોતાના ટ્વીટમાં સિસોદિયાએ લખ્યું - ઈદ મુબારક સર! તમારા રાજભવનમાં પાંચ દિવસથી બેઠા છીએ. ઈદ મળવાના બહાને બોલાવી લો. 4 દિવસથી ઉપવાસ પર છું. કહે છે કે હોળી, દિવાળી અને ઈદ પર તો દુશ્મનને પણ ગળે લગાવી લેવામાં આવે છે. દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને વિકાસ, શ્રમ તથા રોજગાર મંત્રી ગોપાલ રાય મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સાથે ઉપ રાજ્યપાલની ઓપિસમાં ધરણા પર બેઠા છે. સત્યેન્દ્ર જૈને મંગળવારથી અને મનીષ સિસોદિયાએ બુધવારથી ભૂખ હડતાળ શરૂ કરી છે. access_time 9:04 pm IST

  • રાજકોટમાં રિક્ષામાં બેસાડી પેસેન્જરને લુંટતી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા :હજુ બે શખ્શોની શોધખોળ :ભેસાણનાં યુવાનને માર મારીને 5500 રૂપિયા લૂંટી લેવાના કેસમાં પોપટપરાની ગેંગના ત્રણેયને ગાંધીગ્રામ પોલીસે દબોચી લીધા access_time 1:25 am IST