Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા

રાજકોટ : જીલ્લા ભાજપા અધ્યક્ષ ડી. કે.સખીયા તથા સાંસદ મોહનભાઇ કુંડારીયા ના અધ્યક્ષ સ્થાને જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે રાજકોટ તાલુકા પંચાયતની પ્રમુખની નિમણુંક અંગેની સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી. બેઠકમાં રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જીલ્લા ઉપપ્રમુખ નીતિનભાઇ ઢાંકેચા, માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા તાલુકા પ્રમુખ વલ્લભભાઇ સેખલિયા, મહામંત્રીઓ શૈલેષભાઇ અજાણી, વિક્રમભાઇ ખીમાણીયા, યુવા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા સહિત તાલુકા પંચાયતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

(4:08 pm IST)