Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

નકલી પોલીસ બનીને લોકોને લૂંટનારા ભરત બાવાજીને પાસામાં ધકેલી દેવાયો

આજીડેમ વોરન્ટની બજવણી કરી સુરત જેલહવાલે કર્યો

રાજકોટ તા. ૧૬: શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે વધુ એક ગુનેગારને પાસામાં ધકેલી દીધો છે. આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી નજીક તિરૂમાલા પાર્ક-૧માં રહેતાં ભરત ગીરધરભાઇ અગ્રાવત (ઉ.૩૭) નામના બાવાજી શખ્સને લૂંટના ગુનામાં પકડી લીધો હતો. આ શખ્સને પાસામાં ધકેલી દેવાયો છે.

બાવાજી શખ્સે આજીડેમ ચોકડીથી ત્રંબા સુધીમાં એકલ-દોકલ વાહન ચાલકને અટકાવી વાહન ચેકીંગના નામે તેને પોલીસના નામે ડરાવી-ધમકાવી રોકડની લૂંટો ચલાવી હતી.  તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર થતાં આજીડેમ પોલીસ મથકના પી.આઇ. પી.એન. વાઘેલા, એએસઆઇ ભકિતરામભાઇ અગ્રાવત, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ મહોબ્બતસિંહ સોલંકી, કોન્સ. જયદિપસિંહ બોરાણા, પરેશભાઇ, સ્મીતભાઇ અને મનસુખભાઇએ વોરન્ટની બજવણી કરી સુરત જેલમાં ધકેલ્યો છે.

(12:49 pm IST)