Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

રાજકોટમાં જૂગારના વધુ ૯ દરોડાઃ ૫૭ પત્તાપ્રેમીઓને ૧.૮૪ લાખની રોકડ સાથે પકડી લેવાયા

રાજકોટઃ શહેર પોલીસ, ક્રાઇમ બ્રાંચે જૂગારના વધુ ૯ દરોડા પાડી ૫૭ પત્તાપ્રેમીઓને પકડી લઇ રૂ. ૧,૮૪,૧૫૦ની રોકડ કબ્જે કરી છે. જૂગાર રમતી વખતે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ પણ ગુના નોંધવામાં આવ્યા છે.

બી-ડિવીઝન પોલીસે સંત કબીર રોડ ભગીરથ સોસાયટી-૧૧માં ભરતભાઇ મનસુખભાઇ ઉમરાણીયાના ઘરમાં દરોડો પાડી તેને તથા બીજા ૮ જણાને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૩૨૯૮૦ કબ્જે લીધા હતાં. આ ઉપરાંત આડા પેડક રોડ પર લાખેશ્વર સોસાયટી-૭માં પરેશ બાબુભાઇ હાપલીયાના ઘરમાં દરોડો પાડી તેના સહિત ૭ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૮૪૫૦ની રોકડ કબ્જે લીધી હતી. તેમજ ત્રીજા દરોડામાં ગોકુલધામ સોસાયટી મધુવન મેઇન રોડ પર પરેશ લાલજીભાઇ કેરાડીયાના ઘરમાં દરોડો પાડી તેના સહિત ૬ને પકડી લઇ રૂ. ૪૭૮૫૦ની રોકડ કબ્જે લીધી હતી.

પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ ડામોર, વિરમભાઇ ધગલ, કે.યુ. વાળા, અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, સલિમભાઇ માડમ, પરેશ સોઢીયા, સિરાજ ચાનીયા, જયદિપસિંહ બોરાણા, હેમેન્દ્રભાઇ વાધીયા, મહેશ રૂદાલતા, સંજય મિંયાત્રા, રાજદિપસિંહ ઝાલા, વિશ્વજીતસિંહ સહિતે આ દરોડા પાડ્યા હતા.

જ્યારે ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ ન્યુ સાગર સોસાયટી-૮માં હિતેષ ભીમજીભાઇ દાવડાના મકાનમાં દરોડો પાડી તેને તથા બીજા ૭ શખ્સોને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૨૫૦૦ની રોકડ કબ્જે લીધી હતી. પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, હિતેન્દ્રસિંહ ઝાલા અને મેસુરભાઇ કુંભારવાડીયાએ કરી હતી.

આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ કવાર્ટર મોમાઇ ડેરી પાસે મકાનમાં દરોડો પાડી લલીત વિનોદભાઇ શીશાંગીયા સહિત પાંચને જૂગાર રમતાં પકડી રૂ. ૧૫૭૩૦ની રોકડ કબ્જે કરી હતી. પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં એએસઆઇ આર. જે. જાડેજા સહિતે દરોડો પાડ્યો હતો.

આ ઉપરાંત યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ સ્મશાન સામે નવદુર્ગા પરા મેઇન રોડ પર શકિત સ્ટેશનરી પાસે દરોડો પાડી સતિષ હિતેષભાઇ વિઠ્ઠલાપરા સહિતને જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૮૭૫૦ની રોકડ કબ્જે લીધી હતી. પીઆઇ આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ, જયંતિગીરી, પુષ્પરાજસિંહ, અજયભાઇ, કૃષ્ણદેવસિંહ સહિતે દરોડો પાડ્યો હતો.

જ્યારે ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાછળ શિવપરા-૧ ચામુંડા કૃપામાં રહેતાં રમેશ હરજીભાઇ ઝીંઝુવાડીયાના ઘરમાં દરોડો પાડી તેના સહિત ૧૨ શખ્સોને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૫૫૩૦ની રોકડ કબ્જે કરી સોશિલય ડિસ્ટન્સના જાહેરનામનો ભંગ કરવા સબબ પણ ગુનો નોંધ્યો હતો. પીઆઇ કે. યુ. વાળા, પીએસઆઇ આર. એસ. પટેલ, એમ. બી. ગઢવી, ખોડુભા જાડેજા, એમ. વી. લુવા,  ગોપાલભાઇ, ભગીરથસિંહ, કિશોરભાઇ ઘુઘલ સહિતે દરોડો પાડ્યો હતો.

તેમજ ક્રાઇમ બ્રાંચે દાસી જીવણપરા-૪ના ખુણે આવેલા મકાનની છત પર ભેગા થઇ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી જૂગાર રમી રહેલા મોન્ટુ ઉમેશભાઇ ગજ્જર સહિત ૬ને પકડી લઇ રૂ. ૨૨૩૬૦ની રોકડ કબ્જે કરી હતી. પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એ. એસ.સોનરા, સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, અજીતસિંહ પરમાર, મહેશભાઇ મંઢ સહિતે આ દરોડો પાડ્યો હતો.

આમ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાંચે નવ દરોડામાં ૫૭ પત્તાપ્રેમીઓને પકડી લઇ રૂ. ૧,૮૪,૧૫૦ની રોકડ કબ્જે કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં તમામ પોલીસ મથકો, બ્રાંચના અધિકારીઓ અને ટીમોએ તહેવાર દરમિયાન દારૂ-જૂગારની પ્રવૃતિઓ અટકાવવા તેમજ કોરોનાને લગતાં જાહેરનામાઓનો અમલ કરાવવા સતત કાર્યવાહીઓ કરી હતી.

(12:31 pm IST)
  • આમરણઃ ફાડસર ગામે પૂરના પ્રવાહમાં ફસાયફેલ ૬ વ્યકિતનું મોડી રાત્રે રેસ્કયુ કરવામાં આવ્યું (મહેશ પંડયા) access_time 3:40 pm IST

  • રાજ્યમાં 23 ઓગસ્ટના રોજ યોજાનારી પૂરક પરીક્ષા સ્થગિત : ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા સ્થગિત : બીજી તરફ ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાશે access_time 5:54 pm IST

  • નેપાળના રુઇ ગામ પર ચાઇનાના ગેરકાયદેસર કબજાની વાર્તા જાહેર કરનારા નેપાળી પત્રકાર બલરામ બાણીયા શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા : આ બાબતે કેટલાંક પત્રકારોનાં સંઘે સ્વતંત્ર તપાસની માંગ કરી છે access_time 1:56 pm IST