Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ફૂલછાબ દ્વારા ૨૨મીએ ઓપન રાજકોટ શેરી રમત સ્પર્ધા યોજાશે

નવરંગ નેચર કલબ- ફનસ્ટ્રીકનો સહયોગ : ૧૧ થી ૧૫ વર્ષના છાત્રો ભાગ લઈ શકશે

રાજકોટઃ 'ફૂલછાબ' દૈનિક દ્વારા રાજકોટમાં પહેલીવાર ઓપન રાજકોટ શેરી રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી શેરી રમતો શારિરીક ચુસ્તતા અને સ્પર્ધાત્મકતા નેતાગીરીનાં વિકાસમાં મદદરૂપ છે અને હવે બાળકો આ રમતો ભૂલવા લાગ્યા છે. એ રમતોને પુનર્જિવિત કરવા માટે આવી સ્પર્ધાઓ જરૂરી છે. પી.ડી.માલવીયા કોલેજ, નવરંગ નેચર કલબ અને ફન સ્ટ્રીટના સહયોગથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૨૨ ડિસેમ્બરના સવારે ૮: ૩૦ વાગ્યે પી.ડી. માલવીયા કોલેજ ખાતે આયોજીત પાંચ રમતોમાં સ્પર્ધા થશે. જેમાં લંગડી, લીંબુ- ચમચી દોડ, કોથળા દોડ, ત્રિપગી દોડ, ટાયર દોડનો સમાવેશ થાય છે. ઉ.વ.૧૧ થી ૧૫ વર્ષની ઉપરના વિદ્યાર્થીઓ રમતમાં ભાગ લઈ શકશે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓની સ્પર્ધા અલગ અલગ થશે. દરેક સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે આવનારા વિદ્યાર્થીઓને આકર્ષક ઈનામ આપવામાં આવશે. આ રમતમાં ભાગ લેવા માટે વોટ્સઅપ  મો.૯૪૨૬૪ ૦૪૫૯૧ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:19 pm IST)