Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જાન્યુઆરીમાં ભરવાડ સમાજના સમુહલગ્ન

દીકરીઓને રૂ.૫ લાખનો વિમો, એલઇડી ટીવી તેમજ સોના-ચાંદીની વસ્તુઓ સહિતનો કરીયાવર

રાજકોટઃ ગોપાલક સમુહલગ્ન સમીતી દ્વારા તારીખ ર૦-૧-ર૦ર૦ના રોજ યોજાનાર રર માં સમુહલગ્નમાં ભરવાડ સમાજના ધર્મગુરૂ મહામંડલેશ્વર પરમ પૂજય ઘનશ્યામપુરીબાપુ સહિતનાં સંતો-મહંતો અને સમાજના શ્રેષ્ઠી મોની ઉપસ્થિતિમાં ૧૦૧ નવયુગલો પ્રભુતામાં પગલા માંડનાર છે. આ પ્રસંગે અંદાજે ૩૫ થી ૪૦ હજારની જનમેદની ઉમટશે.

રૈયાધાર પાણીનો ટાંકો, રાણીમાં રૂડીમાં ચોક પાસે, રામાપીર ચોકડી થી અંદર, ૧૫૦ કુટ રીંગ રોડ, રાજકોટ ખાતે સમુહલગ્નના દિવસે રકતદાન કેમ્પ તેમજ વ્યસનમુકિત કુંભમાં યુવાનો વ્યસનની આહુતી આપશે. સમાજના કુરીવાજો નાબુદ કરવાના અને શિક્ષણના હીમાયતી ધનશ્યામપુરીબાપુની હાજરીમાં જયારે સમુહ લગ્ન યોજાઇ રહયા છે ત્યારે તેમના દર્શનનો લાભ લેવા તેમજ સમુહ પ્રસાદ લાભ લેવા પધારવા સમાજના દરેક ભાઇ-બહેનોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેઇછે.

સમુહ લગનના ફોર્મ તા.૧ બુધવારના પાતાબાપા ઠાકર મંદિર , ઉદયનગર , મવડી મેઇન રોડ, રાજકોટ ખાતે ભરવામાં આવશે.  દિકરીઓને કરીયાવરમાં પ લાખનો વિમો, એલઇડી ટીવી તેમજ સોના-ચાંદીની વસ્તુઓ, કબાટ, પથારી સેટ, કટલેરીસેટ ઉપરાંત જીવનજરૂરી ચીજવસ્તુઓ સમાજ તરફથી આપવામાં આવે છે. આ વર્ષે ભોજનનાં તેમજ દીકરીઓને આપવામાં આવનાર પ લાખના વિમા કવચના દાતા શ્રી કાળુભાઇ બીજલભાઇ મુંધવા છે. આ સમુહલગ્નમાં જોડાવા ઇચ્છતા પરિવારોએ દીકર-દીકરીના જન્મતારીખના દાખલ, રેશનકાર્ડ અને આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ના ફોટા સાથેની વિગતો તૈયાર રાખવી.  લગ્નસમયે દીકરાની ઉમર ર૧ અને દીકરીની ઉંમર ૧૮ વર્ષ પુરી હોવી જરૂરી છે. વધુ વિગત માટે હીરાભાઇ મો. ૯૯રપ૬ ૧૩૬૦૦, નારણભાઇ મો. ૯૯૦૪૩ ૪૩૬૪૫, ભીખાભાઇ મો. ૯૯ર૪૧ ૯૯૯૦૯, લીંબાભાઇ મો. ૯૯૯૮૧ ૦૪૧૫૫નો સંપર્ક કરવા જણાવાયુ છે.

સમુહલગ્નને સફળ બનાવવા હિરાભાઇ ઉકાભાઇ બાંભવા, નારણભાઇ ચનાભાઇ ટારીયા, ભીખાભાઇ લક્ષ્મણભાઇ પડસારીયા, રાજુભાઇ નોંધાભાઇ જુંજા, બીજલભાઇ રામજીભાઇ ટારીયા, લીંબાભાઇ ખેંગારભાઇ માટીયા, રમેશભાઇ તેજાભાઇ જુંજા, મનુભાઇ બચુભાઇ બાંભવા, ડાયાભાઇ ફકીરાભાઇ રાતડીયા, નાગજીભાઇ જીણાભાઇ ગોલતર, નારણભાઇ માંડણભાઇ વકાતર, રાજુભાઇ મેપાભાઇ ટોયટા, હરેશભાઇ મૈયાભાઈ ઝાપડા, ગોપાલભાઇ નરશીભાઇ ગોલતર, પ્રકાશભાઇ કુવરાભાઇ ઝાપડા, ગોપાલભાઇ મનુભાઇ સરસીયા, રાજુભાઇ ઘેલાભાઇ ઝાપડા, રૈયાભાઇ વેલાભાઇ ઝાપડા, ધીરજભાઇ મુંધવા, પરેશભાઇ સોરીયા વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(4:16 pm IST)