Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ગેરકાયદે ગોલ્ડ-સિલ્વરના ડબ્બા ટ્રેડીંગના કેસમાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા. ૧૩ :  રાજકોટ શહેરમાં સ્ટોક એક્ષચેન્જની માન્યતા વગર ગેરકાયદેસર ગોલ્ડ અને સિલ્વરના ડબ્બા ટ્રેડીંગ રમતા આરોપીઓને નિર્દોષ રાજકોટની ફોજદારી કોર્ટ ફરમાવેલ છે.

રાજકોટમાં તા. ૧૦-૧ર-ર૦૧૯ના રોજ લુવાણા કેવલ મહેશભાઇ કાનાબાર, ધરમ રાકેશભાઇ લુવાણા અને મોહિત ચંદ્રકાંતભાઇ સોની-સવજીભાઇવાળી શેરી રાજકોટમાં ગોવિંદ જાદવ ભરવાડના મકાનમાં સ્ટોક એક્ષચેન્જની કાયદેસરની મંજુરી મેળવ્યા વગર સિલ્વર અને ગોલ્ડનું ટ્રેડીંગ કરી કરાવી ડબ્બા કરતા હતા એ ગુન્હાની બાતમી મળતા બી-ડીવીઝન વાળા પોલીસ સ્ટાફ પંચોને સાથે રાખી રેડ કરી સ્ટોક એક્ષચેન્જની મંજુરી વગર ગેરકાયદેસર સોદા કરી ડબ્બા ટ્રેડીંગ કરતા હોવાનું પંચનામુ કરી અને મોબાઇલ ફોનમાં ગોલ્ડ અને સિલ્વરના ડબ્બા સોદાઓ રેકોર્ડ થયેલા હતા. તેવા મોબાઇલ ફોન ત્રણ તથા ડબ્બા ટ્રેડીંગ કરતા ત્રણેય લુવાણા અને સોની આરોપીઓના રૂપિયા ૧ર,૭૦૦/- મુદ્દામાલ કબ્જે કરી ખોટી રીતે ડબ્બા ટ્રેડીંગ કરતા હોય અટક કરેલા હતા અને ફોરવર્ડ કોન્ટ્રાકટ (રેગ્યુલકેશન) એકટ કાયદાની કલમ-ર૦ (સી), ર૧ (સી) (એફ) નો ભંગ કરતા હોય ત્રણેયને ધોરણસર અટક કરી પો.ઇ.તળપદાએ કેસ કરેલ હતો.

કેસ અત્રેના એડી.ચીફ જયુડી. મેજી. શ્રી એમ. એ. મકરાણીની કોર્ટમાં કેસ ચાલી જતા અરોપીઓ વિરૂધ્ધ ગુન્હો સાબિત કરવામાં ફરીયાદ પક્ષ નિષ્ફળ ગયો હોય નિર્દોષ ઠરાવી આરોપીઓને છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આરોપીઓના બચાવ માટે એડવોકેટ કે.ડી. ચૌહાણ, આર.ટી. સોલંકી અને  એમ.આર. ખોખર રોકાયા હતા.

(3:34 pm IST)