Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

પત્નિને ભરણપોષણની રકમ નહિ ચુકવતા પતિને ચાર માસની સજા

રાજકોટ, તા. ૧૩ :  પત્નીએ વચગાળાના ભરણપોષણ મેળવવા કરેલ અરજી મંજુર થતા તેમાં પતિએ પતિએ ચઢત ભરણ પોષણની રકમ ન ચુકવતા ફેમીલી કોર્ટ પતિને ૪ (ચાર) માસ અને ૧પ દિવસની કેદની સજા ફટકારેલ હતી.

આ કેસની ટુંકમાં વિગત એવી છે, કે અત્રે રાજકોટ મુકામે રહેતા બંસીબેન મનિષભાઇ પરમાર તેમના પતિ મનિષભાઇ ધીરજલાલ પરમાર સામે અત્રેની ફેમેલી કોર્ટમાં ચઢત ભરણપોષણ મેળવવા માટે અરજી કરેલ. જેમાં ચઢત ભરણપોષણ પેટે રૂ. ૪૯,પ૦૦/- તેમના પતિએ ચુકવવામાં કસુર કરતા ફેમેલી કોર્ટએ મનિષભાઇ ધીરજલાલ પરમારને ભરણપોષણની રકમ ચુકવવામાં કસુર કરવા બદલ ૪ (ચાર) માસ ૧પ દિવસની સાદી કેદની સજા ફટકારી છે.

આ કેસમાં અરજદાર તરફે વકિલ શ્રી વિનેશ કે.છાયા, દક્ષા એમ. બોખાણી, ધર્મિષ્ઠા બી. મોણપરા, ગોસ્વામી નિર્મિત્તભાઇ, મકવાણા, કમલેશભાઇ, પાટડીયા નિધિ, ભુવા મિરલ વિગેરે રોકાયેલ હતા.

(3:34 pm IST)