Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

અર્નિગ ક્રેડીટ સોસાયટીના સભ્યોએ મેળવેલ લોનના ચેક રિટર્ન કેસમાં આરોપીઓને સમન્સ

રાજકોટ તા ૧૩  : અત્રે અર્નિગ ડ્રીમ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના સભ્યોએ મેળવેલ લોન અંગેનો ચેક રીટર્ન થતાં કોર્ટમાં થયેલ ફરીયાદમાં આરોપીઓને જામીન સાથે હાજર થવા હુકમ અદાલતે કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, ઢેબર રોડ ઉપર આવેલ પ્રખ્યાત અર્નિંર્ગ ડ્રીમ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીમાંથી સોસાયટીના સભ્ય રાજકોટ મુકામે રહેતા વિનોદ આંબાભાઇ લીમ્બાસીયા તથા ભુપતભાઇ મેસુરભાઇ મુંધવાએ નિતી-નિયમો મુજબ લોન મેળવેલ,જે લોનની ચડત લેણી રકમની  ચુકવણી પેટે આ સભ્યોએ  સોસાયટીને તેઓના ખાતાના રૂ.૬૦૩૧૯.૦૦ ના ચેકો લખી આપેલ, જે ચેક સોસાયટીએ વસુલ મેળવવા બેંકમાં રજુ કરતા ચેક વગર વસુલાતે પરત ફરેલ જેથી આ  બન્ને સભ્યોને  કાયદાની જોગવાઇ મુજબ નોટીસ મોકલવામાં આવેલી, આમ છતાં સોસાયટીની બાકી નીકળતી રકમની ચુકવણી નહીં કરતાં બન્ને સભ્યો વિરૂધ્ધ સોસાયટીએ રાજકોટ મુકામે નેગોશીએબલ કોર્ટમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેેલ. અદાલતે રજુ રાખેલ ફરીયાદ તથા સાથે રજુ કરવામાં આવેલા દસ્તાવેજોને ધ્યાને લઇ બન્ને આરોપીઓ વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરેલ અને જામીન સાથે હાજર રહેવા હુકમ ફરમાવેલ હતો.

(3:28 pm IST)