Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વીજ કર્મચારીઓ માટે કોરોના કાળમુખોઃ છેલ્લા ૭ દિવસમાં રપ થી વધુ સ્ટાફ અને પરિવારને વળગ્યો

કોર્પોરેટ ઓફીસે દરરોજ સોલાર પ્રોજેકટ માટે ર૦૦ થી ૩૦૦નું ટોળુ આવતુ હોય તાકિદે આ કામગીરી બંધ કરવા ઇજનેરો અને સ્ટાફની માંગણી

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ વીજ તંત્રની માઠી બેઠી છે, કોરોના કાળમુખો બન્યો છે, છેલ્લા ૭ દિવસમાં રપ થી વધુ ઇજનેરો-લાઇન સ્ટાફ કલેરીકલ સ્ટાફને અને તેમના પરિવારોના મેમ્બરોને કોરોના વળગતા ભારે ચિતાંની લાગણી પ્રસરી છે, દરરોજ કોઇને કોઇ સ્ટાફ કે તેનો ફેમેલી મેમ્બર કોરોનાની ઝપટે ચડી રહ્યા છે.

દરમિયાન હાલ પીજીવીસીએલની રાજકોટ કોર્પોરેટ ઓફીસે સોલાર પ્રોજેકટ અંગે કાર્યવાહી ચાલી રહી છે, દરરોજ ર૦૦ થી ૩૦૦ નું ટોળુ અને સાક્ષીઓ આવી રહ્યા છે, આને કારણે વીજ ઇજનેરો-સ્ટાફમાં દેકારો બોલી ગયો છે, કોરોના અંગે ભયાનક સ્થિતિ છે,

ત્યારે હાલ આ કામગીરી એમ. ડી. દ્વારા બંધ કરવા માંગણી કરાઇ છે, આજે અને કાલે રજા હોય હવે ગુરૂવારે કોરોના કેટલાને વળગ્યો કોણ ઝપટે ચડયું તેનો રીપોર્ટ આવશે તેમ સુત્રો ઉમેરી રહ્યા છે.

(3:48 pm IST)