Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

'ઈમ્મુ વેટેલીટી ડ્રીંક' કોરોના દર્દીઓ માટે આશિર્વાદ સમાનઃ જલ્દી તંદુરસ્ત થાય છે

આ આરોગ્યવર્ધક પીણુ પી અને સાજા થયેલા અગ્રણીઓએ સ્વઅનુભવ વર્ણવ્યો

રાજકોટ, તા. ૧૩ :. કોરોના સંક્રમણની સ્થિતિમાં શરીરની ઈમ્યુનિટી સારી રાખવી અત્યંત જરૂરી છે ત્યારે કોરોનાના દર્દીઓ માટે 'ઈમ્મુ વેટેલીટી ડ્રીંક' આશિર્વાદ સમાન હોવાનું કોરોનામાંથી બહાર આવેલા રાજકોટના કેટલાક આગેવાનોએ સ્વઅનુભવના આધારે જણાવ્યુ છે. આ આગેવાનોએ તેઓના જે અનુભવ જાહેર કર્યા છે તે આ મુજબ છે.

. મારો ૮-૧૨-૨૦૨૦ના રોજ કોવિડ-૧૯ રેપીડ ટેસ્ટ પોઝીટીવ આવેલ ત્યાર બાદ મારી તબિયત વધુ ખરાબ થઈ અને મારૂ ઓકસીજન ૭૯ જેટલુ નીચું જતુ રહ્યું અને ડી-ડાઈમર ૪૯૦૦થી વધુ થઈ ગયું, ત્યારે મેં 'ઈમ્મુુ ડ્રીંક' લેવાનુ ચાલુ કર્યુ મને ત્રણથી ચાર દિવસમાં જ મારા તમામ રીપોર્ટ સારા આવતા હોસ્પીટલમાંથી રજા અપાઈ.

- ધામેચા ચુનીલાલ જાદવજીભાઈ

. દરેક શારિરીક તકલીફમાં કામ કરે જેમ કે શરદી, તાવ, વા કે પેટની તકલીફો દૂર કરે છે અને ખાસ કરીને કોરોનામાં સારી અસર કરે છે. આ એક જાતનું શકિતવર્ધક પાણી જ છે.

- મેઘજીભાઈ રાઠોડ (પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન)

. મને ડોકટરે ત્રણ દિવસમાં રિકવરીના આવે તો દાખલ થવાનું કહેલુ હતું પણ ઈમ્મુ-૧૦૦ એમ.એલ. ત્રણ દિવસ લેવાથી મને કોરોનામાં રાહત થઈ ગઈ. અત્યારે હું સંપૂર્ણ તંદુરસ્ત છું.

- નાથાભાઈ ડોડીયા

. કોરોનામાં મને ડોકટરે ૧૪ દિવસ કવોરન્ટાઈન થવાનું કહેલુ હતુ પણ ઈમ્મુ પીવાથી ત્રણ દિવસમાં જ નેગેટિવ રીપોર્ટ આવ્યો.

- પરેશભાઈ ગજેરા

. હું ડાયાબિટીક છું અને યુરિનમાં પણ રસીની મુશ્કેલી હતી. મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો. મારી હાલત ગંભીર હતી. હું ભગવાનનો આભાર માનુ છું કે મને 'ઈમ્મુુ' સમયસર મળી ગઈ. આજે હું સંપૂર્ણ તંદુરસ્ત છું.

- સંગીતાબેન પટેલ

. હું આશાવર્કર છું મે તો ઈમ્મુ ઘણા બધા લોકોને આપી અને તેના પરિણામથી મને લોકોનો પ્રેમ ને આશિર્વાદ મળે છે.

- ગાયત્રીબેન પટેલ

. મારી આખી સોસાયટીમાં કોરોના પોઝીટીવ હતા પણ ફકત મારા જ ઘરમાં કોઈ કોરોના દર્દી ના હતું. આ વાતનો શ્રેય હું ફકત ને ફકત ઈમ્મુને જ આપુ છું.

- શિલ્પાબેન જોશી

. મારે રોજ સ્ટીરોઈડ લેવી પડતી છતા શરીરમાં શકિત ના રહેતી. ઈમ્મુ હું નિયમિત ૬ મહિનાથી લઉ છું, મારા માટે તો તે આશિર્વાદ સમાન છે.

- વીરેન્દ્રભાઈ લીંબાસીયા

. મારૂ ડાયાબિટીસ કંટ્રોલ થયું અને શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી લાગે છે.

- હરિભાઈ કણસાગરા

. મને એમ હતુ કે કોરોના માટેનો કોઈ ઉપાઈ નથી પણ તે ભ્રમ 'ઈમ્યુ'એ કાઢી નાખ્યો. 'ઈમ્મુુ' શરીરને કોરોના મુકત કરે છે.

- જીતુભાઈ રાઠોડ

(3:46 pm IST)