Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રાજકોટ (બેડી) યાર્ડમાં અનિશ્ચિત મુદત સુધી તમામ જણસીઓની આવકો બંધ કરાઇ

કોરોના સંક્રમણ વધતા લેવાયેલ નિર્ણયઃ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી યાર્ડ બંધ રહેશેઃ ચેરમેન ડી. કે. સખીયા

રાજકોટ તા. ૧૩ :.. કોરોનોનું સંક્રમણ વધતા રાજકોટ (બેડી) માર્કેટ યાર્ડમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી આવતીકાલથી જણસીઓની આવકો બંધ કરાઇ હોવાનું યાર્ડના ચેરમેન ડી. કે. સખીયાએ જણાવ્યું હતું.  યાર્ડના ચેરમેન ડી. કે. સખીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ બેડી (યાર્ડ) વિભાગના અમુક મજુરો અને વેપારીઓ કોરોનાં સંક્રમણમાં ઝપટે ચડી જતા કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે બેડી યાર્ડમાં તમામ જણસીઓની આવકો બંધ કરાઇ છે. હાલમાં યાર્ડમાં જે પડતર માલ છે તેનો નિકાલ કરવામાં આવશે યાર્ડના સંચાલકો દ્વારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી તમામ જણસીઓની આવકો બંધ રહેશે.

(2:59 pm IST)