Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ટોપલેન્ડ રેસીડેન્સીમાં વેકસીનેસન કેમ્પ

રાજકોટઃ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રસીકરણ અંગે જનજાગૃતિ ફેલાવતી પત્રિકાઓનું વિતરણ તેમજ વેકસીનેસન કેમ્પના આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત શહેરના વોર્ડ નં.૯માં ટોપલેન્ડ રેસીડન્સી ખાતે મહાનગરપાલિકા દ્વારા વેકસીનેસન કેમ્પ યોજાયો હતો. આ તકે સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર જીતુભાઈ કાટોળીયા, આશાબેન ઉપાધ્યાય, વોર્ડપ્રમુખ પ્રદિપ નિર્મળ, મહામંત્રી હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ, રાજુભાઈ ઉપાધ્યાય, તેમજ સ્થાનીક અગ્રણીઓ પલ્લવીબેન  ભોજાણી, ખુશ્બુબેન મહેતા, રમાબેન સિધ્ધપુરા, સીમાબેન ધોળકીયા, અનીતાબેન ગજેરા ઉપસ્થિત રહ્યા હતા.

(2:57 pm IST)
  • ઓકિસજન સપ્લાયના અભાવે એક કલાકમાં ૭ દર્દીઓનાં મોત : મુંબઇ : કોવિડ દર્દીઓના સંબંધીઓના જણાવ્યા મુજબ, નાલાસોપારાની વિનાયક હોસ્પિટલમાં ઓકિસજન સપ્લાયના અભાવે એક કલાકમાં ૭ દર્દીઓનાં મોત નીપજ્યાં જાણીતા પત્રકાર શિવાંગી ઠાકુરે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવ્યું છે. દર્દીઓના સંબંધીઓ હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. access_time 12:42 pm IST

  • ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સ્થગિત કરવા ભાજપ સાંસદ કૌશલ કિશોરની માંગ : ચૂંટણી આયોગને લખ્યો પત્ર : કોરોનાએ હાહાકાર મચાવ્યો : અનેક જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ : લખનૌમાં લોકડાઉન લાદવું પડે તેવી સ્થિતિ :લખનૌના મોહનલાલ ગંજથી ભાજપના સાંસદે કહ્યું -કોરોના બેકાબુ છે,હજારો પરિવારો ઝપટે ચડ્યા છે,સ્મશાનમાં લાશોના ઢગલા છે,ત્યારે ચૂંટણી નહીં લોકોના જીવ બચાવવા જરૂરી છે access_time 1:13 am IST

  • અમદાવાદ સોની મહાજન વેપારીઓ બંધ પાળશે : અમદાવાદ સોની મહાજન વેપારીઓએ ૧૭ અને ૧૮ એપ્રિલના રોજ સ્‍વયંભુ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે : સોની મહાજન કારોબારીમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો access_time 1:10 pm IST