Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

નવા થોરાળા સર્વોદય સોસાયટીની ધોરણ-૧૦ની છાત્રાનું અપહરણ

રાજકોટ તા.૧૨: નવા થોરાળામાં સર્વોદય સોસાયટીમાં રહેતી ધોરણ-૧૦માં અભ્યાસ કરતી છાત્રા ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સર્વોદય સોસાયટીમાં મામાના ઘરે માતા અને મોટાભાઇ સાથે રહેતી ૧૫ વર્ષની સગીરા ગઇકાલે તે ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેની માતા સહિતના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના મામા પરેશભાઇ મકવાણાએ થોરાળા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીઆઇ બી.ટી. વાઢીયા તથા રાઇટર અજીતભાઇ અને ભરતસિંહએ તપાસ હાથ ધરી છે.

(4:16 pm IST)